પોલીસને રાજ્યની દરેક હોટલોના ચેકિંગનો આદેશ

શા માટે ગ્રહમંત્રીએ આવું નિવેદન આપ્યું વાંચો આ લીંક કલીક કરીને

પોલીસને રાજ્યની દરેક હોટલોના ચેકિંગનો આદેશ
File image

Mysamachar.in:વડોદરા

ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે હતા, મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં લવ જેહાદ મામલે રાજ્ય સરકાર અને ગૃહવિભાગ પૂરી રીતે સતર્ક છે અને વધુમાં રાજ્યની તમામ હોટેલોમાં પણ ચેકિંગના પોલીસને આદેશો આપવામાં આવ્યાનું ગ્રુહમંત્રીએ જણાવ્યું લવ જેહાદને લાઇને પોલીસને તાત્કાલિક ફરિયાદના આદેશ આપ્યા છે, કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે તેવો કોલ હર્ષ સંઘવીએ આપ્યો છે.

તેઓએ જણાવ્યું હતું કે, નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી લવજેહાદ કરવા મામલે સરકાર ખૂબ ગંભીર પગલા ભરી રહી છે. રાજ્યની પોલીસને દરેક હોટલમાં જઈ ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. હાલમાં સુરતમાં ચાની લારીથી લઈ હોટેલ સુધી ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે. વડોદરા શહેરની ઘટનામાં મેં તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવા આદેશ આપ્યા હતા. અરવલ્લીની ઘટનામાં પણ પરિવાર તૈયાર ન થતાં સરકારે સરકાર તરફે ફરિયાદ નોંધી છે. તમામ કિસ્સામાં કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લારી પર ફરીને રજીસ્ટ્રેશન કરવાની પણ સૂચના આપી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, લવ જેહાદ મામલામાં સરકાર ખુબ ગંભીર છે. જેથી પોલીસને દરેક હોટલમાં જઇ ચેકિંગના આદેશ આપ્યા છે. તેમજ વડોદરાની ઘટનામાં ફરિયાદ નોંધવા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા. વધુમાં વધુમાં જણાવ્યું કે, દીકરીઓના પરિવારને વિનંતી છે કે હિંમત કરીને આગળ આવે અને પરિવારનું નામ અને ઓળખ ગુપ્ત રાખીશું. તેમણે ઉમેર્યું કે, માત્ર વડોદરા પુરતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં લવજેહાદના કિસ્સાઓ ન બને તે માટે તમામ હોટલોમાં ચેકિંગ ચાલુ છે. તેમજ આ પ્રકારની ઘટના કોઈના પણ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણકારી આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.