Mysamachar.in-જામનગર
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં લુંટ, ધાડ તથા ઘરફોડ ચોરી જેવા અલગ અલગ 5 જેટલા ગંભીર ગુનાઓમાં છેલ્લા 10 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આંતર જિલ્લા ગેંગના મુખ્ય આરોપીને રાજકોટના ન્યારા ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે પેરોલ ફર્લો ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા તથા ભરતભાઇ ડાંગરને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લામાં લુંટ, ધાડ તથા ઘરફોડ ચોરી જેવા અલગ અલગ 5 જેટલા ગંભીર ગુનાઓમા છેલ્લા 9 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી રતન ગોબરભાઇ ભુરીયા હાલ રાજકોટ બાજુમાં ન્યારા ખાતે રહેતો હોવાની બાતમી હકીકત આધારે ન્યારા ખાતેથી આ શખ્સને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામનગર સીટી એ ડીવી.પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.