3.32 કરોડની લુંટના ગુન્હામાં પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા

11 મીનીટમાં બંદુક અને છરીને અણીએ ચલાવી હતી લુંટ

3.32 કરોડની લુંટના ગુન્હામાં પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા

Mysamachar.in-ભરૂચ

થોડા સમય પૂર્વે ભરૂચના અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL)માં ગ્રાહકોના ગીરવે રાખવામાં આવેલ દાગીના અને રોકડની લૂંટ ચલાવી ફરાર થયેલા 6 આરોપીમાંથી 4 આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ચારેય આરોપીઓ સુરતથી ઝડપાયા છે. તો પોલીસે 2.73 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. જો કે આ લુંટમાં IIFLના પૂર્વ કર્મચારીએ લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે.

ગત 9 નવેમ્બરે અંકલેશ્વર ત્રણ રસ્તા પાસે આવેલા આશિષ શોપિંગ સેન્ટરમાં આવેલ IIFL ગોલ્ડ લોન ફાઇનાન્સની ઓફિસમાંથી ચાર અજાણ્યા હિન્દીભાષી લુટારૂંઓએ રીવોલ્વર, મોટા છરા સાથે સ્ટાફને રીવોલ્વર તથા છરા બતાવી ભયભીત કરી તેઓની પાસેથી રોકડ રૂપિયા તથા સોનુ મૂકવાના લોકરના સ્ટ્રોંગ રૂમનું ઓ.ટી.પી. મંગાવી સ્ટ્રોગ રૂમનું લોકર ખોલી રોકડ તથા સોનુ મળી કુલ 3.32 કરોડની લૂંટ ચલાવી હતી.

દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે અંકલેશ્વરના ભરચક વિસ્તાર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સમાંથી બંદૂક અને ચાકુની અણીએ 4 લૂંટારાઓએ 3.31 કરોડની લૂંટ ચલાવી હતી. લૂંટમાં 282 લોકોએ ગીરવે મૂકેલું 6 કિલો 866 ગ્રામ સોનું ગયું હતું. પ્રિપ્લાન્ડ લૂંટનો ઘટના ક્રમ જોતાં સવારે 9 વાગ્યાથી જ લૂંટારાઓએ રેકી કરી હતી. 9.17 મિનિટથી 9.28 મિનિટ એટલે 11 મિનિટમાં લૂંટારાએ ખેલ પાડ્યો હતો.જો કે પોલીસને આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મળી છે અને પોલીસે ચાર શખ્સોને ઝડપી પાડી 2 કરોડ ઉપરાંતનો મુદામાલ કબજે કર્યો છે.