રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પોલીસે હવે આ રીતે નજર રાખવાનું કર્યું નક્કી...

રાજ્ય પોલીસવડા ઉવાચ...

રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પોલીસે હવે આ રીતે નજર રાખવાનું કર્યું નક્કી...

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ બુધવારે જણાવ્યું હતું કે, રેડ ઝોન અને કન્ટેનમેન્ટ વિસ્તારોમાં લોકોની અવરજવર ઉપર દેખરેખ રાખવા ડ્રોનનો ઉપયોગ હજુ પણ વધારવામાં આવશે, તેવોએ કહ્યું કે ડ્રોન ઉપરાંત એક પેન-ટિલ્ટ ઝૂમ કેમેરા તથા બે-ત્રણ સ્થિર કેમેરા લગાડેલા હાઇડ્રોજન ગેસ બલૂન હવામાં ઉડાડાશે, જેમાં કેમેરા ઇન્ટરનેટ પ્રોટોકોલ બેઇઝ્ડ હોવાના કારણે ફૂટેજ કંટ્રોલ રૂમના તથા ઉચ્ચ અધિકારીઓ તેમના મોબાઈલમાં જોઈ શકશે. આ પદ્ધતિના કારણે સંવેદનશીલ વિસ્તારોમાં સતત સુપરવિઝન રાખી શકાશે અને કોરોનાનું સંક્રમણ વધતું અટકાવી શકાય તે દિશામાં આ એક વધુ પગલું હશે.