ભાણવડની સગીરાનું અપહરણ કરી બરડાડુંગરમાં લઇ જઈ દુષ્કર્મ આચરનાર શખ્સ આવ્યો પોલીસ સકંજામાં

અન્ય એક શખ્સે મદદગારી કરી હતી...

ભાણવડની સગીરાનું અપહરણ કરી બરડાડુંગરમાં લઇ જઈ દુષ્કર્મ આચરનાર શખ્સ આવ્યો પોલીસ સકંજામાં
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ભાણવડમાં વસવાટ કરતા એક પરિવારની પંદર વર્ષની સગીરાનું અપહરણ કરીને તેણી પર દુષ્કર્મ આચરવા બદલ વાનાવડ ગામના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પ્રકરણમાં અન્ય એક શખ્સનું નામ પણ ખુલવા પામ્યું છે. ફરિયાદી પરિવારની સગીર પુત્રીને વાનાવડ ગામનો વિજય વાલજીભાઈ વાઘેલા નામનો શખ્સ ગત તારીખ 14 ડીસેમ્બરના રોજ લલચાવી ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી અને બદકામ કરવાના ઇરાદે મોટરસાયકલ પર અપહરણ કરીને લઈ ગયો હતો.

વિજય વાઘેલા દ્વારા સગીરાને ભગાડી ગયા બાદ તેણીને બરડા ડુંગરના જુદા જુદા વિસ્તારોમાં લઈ જઈ અને સગીરાની ઈચ્છા વિરુદ્ધ બે વખત શરીરસુખ માણી સંભોગ કર્યો હોવાનું સગીરાના માતા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં જાહેર કરવામાં આવ્યું છે. આ કૃત્ય માટે વિજયને વાનાવડ ગામના મેરુ ભીખાભાઈ વાઘેલા નામના શખ્સએ મદદગારી કરી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર અંગે ભાણવડ પોલીસે બન્ને શખ્સો સામે આઇ.પી.સી. કલમ 363, 366, 376(2) (જે) (એન), 376 (3) તથા પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આજરોજ બન્નેની અટકાયત કરવામાં આવી છે.