બંગાળ અને મહારાષ્ટ્રથી સ્વરૂપવાન યુવતીઓને ફ્લેટમાં બોલાવી ચાલતા કૂટણખાનાનો પોલીસે કર્યો પર્દાફાશ 

ત્રણ પરપ્રાંતીય યુવતીઓ રેસ્કયુ કરી, બે સ્થાનીક મહિલ દલાલ સહિત એક ગ્રાહક યુવક સામે લેવામાં આવ્યા પગલા 

બંગાળ અને મહારાષ્ટ્રથી સ્વરૂપવાન યુવતીઓને ફ્લેટમાં બોલાવી ચાલતા કૂટણખાનાનો પોલીસે કર્યો પર્દાફાશ 

Mysamachar.in-આણંદ:

આણંદ જીલ્લાની વિદ્યાનગર પોલીસ મથકના માણસો તહેવારો અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન  બાતમી હકીકત મળેલ કે રૂદ્રાક્ષ કોર્નર, રાધાકુંજ ફલેટ નં-205 વિધાનગર ખાતે ચાલતા કુટણખાના ઉપર તેના સંચાલિકા બંને બહેનો પરપ્રાંતથી યુવતીઓ જેમાં બંગાળ, મહારાષ્ટ્રથી મોબાઇલ ફોનની મદદથી બોલાવી તેના ફોટાઓ વોટસએપથી ગ્રાહકોને મોકલી ટેલીફોનીક સંપર્ક કરી કરાવી અનૈતિક વેપાર ચલાવી, તેવી તેના ફેલટમાં સવલતો પુરી પાડતી હોય તે સ્થળે છાપો મારી ત્રણ પરપ્રાંતીય યુવતીઓ રેસ્કયુ કરી તથા તેના સંચાલક તરીકે હિનાબેન રવીન્દુકુમાર પટેલ રહે. રૂદ્રાક્ષ કોર્નર, રાધાકુંજ ફલેટ  205 વિધાનગર જીન્નત રવીન્દ્રકુમાર પટેલ રહે. મુળ મહારાષ્ટ્ર હાલ ઇસ્કોન મંદિશ્ર પાછળ, ગાયત્રી ટેનામેન્ટ, વિધાનગર આ સ્થળે આવેલ ગ્રાહક અમીન અબ્દુલકાદર કુરેશી રહે. નરસંડા મળી આવેલ આગળ અટકાયતની કાર્યવાહી હાથ ધરાયેલ છે.આમ વિધાનગર પોલીસ અનૈતિક વેપારધામ ઉપર દરોડો પાડી પરપ્રાંતીય ત્રણ યુવતીઓને રેસ્કયુ કરી આ અનૈતિકધામના સંચાલિકા બે મહિલા સહિત એક ગ્રાહકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.