મિત્રની પત્નીના મિત્ર સામે જ વખાણની વાતનો એવો કરુણઅંજામ આવ્યો કે....

ધ્રોલ સર્વોતમ હોટેલ નજીક થઇથી મળી હતી લાશ...

મિત્રની પત્નીના મિત્ર સામે જ વખાણની વાતનો એવો કરુણઅંજામ આવ્યો કે....

Mysamachar.in-જામનગર

જિલ્લાના ધ્રોલ નજીક વાડીમાં મજૂરી કામ કરતા એક પરપ્રાંતીય યુવાને પોતાની પત્નીની વાતો અનેવખાણ કરતા મિત્રના ચારિત્ર પર શંકા જતા મિત્રોને યેનકેન પ્રકારે મોટર સાયકલમાં બેસાડી હાઈવે પર લઇ ગયા બાદ તેને પછાડી દોરી વડે ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા કરી લાશને જામનગર રાજકોટ હાઈવે પર સર્વોતમ હોટેલ નજીક ફેકીને નાસી છૂટયો હતો, જોકે ધ્રોલ પોલીસ અને એલસીબીએ સાથે મળીને રહસ્યમય હત્યાનો ભેદ કલાકોમાં જ ઉકેલી નાખી આ હત્યારા મિત્રની ધરપકડ કરી હતી,

ઝડપાયેલા શખ્સે પોલીસ સમક્ષ પોપટની જેમ સમગ્ર ઘટના વર્ણવવાની સાથે કરેલી હત્યાનો હત્યાની કબૂલાત પણ કરી હતી,ધ્રોલ નજીક આવેલી સર્વોતમ હોટલ પાસેથી ગઇકાલે મોડી સાંજે એક આદિવાસી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મરણ જનાર યુવાન ને અજાણ્યા શખ્સે ગળાટૂંપો આપી હત્યા કરી હોવાની બાબતો પ્રકાશમાં આવી હતી, જે બાદ ગ્રામ્ય ડીવાયએસપી જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પી.એસ.આઈ.કાંટેલિયાની ટીમે આ બાબતે શકમંદોને ઉઠાવી અને તેની આકરી ઢબે પૂછપરછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે,

મરણ જનાર યુવાન એમપીના અલીરાજપુર જિલ્લાના બાબરા તાલુકાના બુરખેડ ગામનો નિલેશ મગનભાઈ માવી નામનો ૧૯ વર્ષનો આદિવાસી  યુવાન હોવાનું બાબતો પ્રકાશમાં આવવા પામી હતી, જે બાદ પોલીસે પડધરી તાલુકાના ખજૂરડી ગામે વાડીમાં કામ કરતા રાકેશ દલાભાઈ ડામોર નામના યુવાનને ઉપાડી પૂછપરછ કરતા...સામે આવ્યું કે  મરણજનાર નીલેશ અને રાકેશ વચ્ચે  મિત્રતા થયા પછી મરણ જનાર નિલેશ અવાર નવાર તેની પત્નીને જ વાતો અને વખાણ કરતો હોવાથી રાકેશ  ને નીલેશ  પર શંકા ઊભી થઈ હતી, અને નીલેશનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરી લીધું હતું,

દરમિયાન રાકેશ નિલેશ ને મોટર સાયકલ પર બેસાડી લઈ જતો હતો ત્યારે પણ નિલેશ રાકેશની પત્ની ના જ ઓળખાણ કરતો વખાણ કરતો હોય જેથી રાકેશ ને ગુસ્સો આવી જતા તેણે નિલેશ ને ધક્કો મારી પછાડી દીધો હતો ત્યારબાદ નિલેશ ને દોરી વડે ગળાટૂંપો આપી હત્યા નીપજાવી હતી નિલેશ ને મારી રાકેશ નાસી છૂટયો હતો,આ ઘટનાનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.