કારમાં દારુની બોટલો ભરીને નીકળેલ પોલીસ કોન્સ્ટેબલ પોલીસને હાથે જ ઝડપાઈ ગયો 

અન્ય એક શખ્સ ફરાર

કારમાં દારુની બોટલો ભરીને નીકળેલ પોલીસ કોન્સ્ટેબલ પોલીસને હાથે જ ઝડપાઈ ગયો 

Mysamachar.in-અરવલ્લી:

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપાર મોટાપાયે ચાલે છે. અનેક જગ્યાએ દેશીની સાથે વિદેશી દારૂ પણ મળતો હોય છે. જેનાથી સૌ કોઈ પરિચિત છે, એવામાં અરવલ્લી જિલ્લામાં એક પોલીસ જ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, અરવલ્લી જીલ્લાની ભિલોડા પોલીસે ચિઠોડા બાજુથી ભિલોડા તરફ આવતી નંબર વિનાની સફેદ કલરની અરટીગા કારમાં વિદેશી દારૂ લઇ જવાઈ રહ્યાની બાતમીના આધારે કાર અટકાવતા પોલીસે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ અતુલકુમાર જીતેન્દ્રભાઈ મોઢ દારૂની હેરાફેરી કરતાં દબોચી લીધો હતો. જ્યારે કારનો ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

 

સફેદ કલરની અરટીગા નંબર વિનાની વિદેશી દારૂ લઇ આવી રહી છે. ભિલોડા પોલીસે આ બાતમીના આધારે ભિલોડાના ટાકાટુકા નજીક આવેલ બુઢેલી નદીના નવા પુલ ઉપર બાતમીવાળી કારને ઉભી રખાવી હતી. કારમાંથી ડ્રાઈવર સાઈડમાં બેઠેલા શખ્સે નીચે ઉતરીને પોતે અતુલકુમાર જીતેન્દ્રભાઈ મોઢ  કે જે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હોવાનું જણાવીને પોતાની ઓળખ કાર્ડ બતાવવા ઉતરતાં પોલીસે તેને પકડી લીધો હતો.પોલીસે કારની તલાસી લેતા કોથળામાં વિદેશી દારૂની પેટીઓ પેક કરેલી દેખાઈ હતી. આ દરમિયાન ચાલક કારને ધોલવાણી ત્રણ રસ્તા તરફ લઇ ભાગી ગયો હતો. પોલીસે કારની અંદરથી વિદેશી દારૂની 60 બોટલો જેની કુલ કિં. 46980 તેમજ કારમાંથી નંબર પ્લેટ જેના ઉપર જીજે 09બી એફ 2784 નંબર લખેલો હતો. જે કારની આશરે કિં. 4 લાખ વિદેશી દારૂ અને કાર સાથેના 4,50,480 કુલ મુદ્દામાલ સાથે પોલીસ કોન્સ્ટેબલ વિજયનગરના દઢવાવના અતુલકુમાર જીતેન્દ્રભાઈ મોઢ તેમજ કાર મૂકી ફરાર થઇ જનાર મયુર ડામોર સામે ભિલોડા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.