જામનગર:સાડા ત્રણ લાખના સાડા સાત લાખ માગ્યા, ફાયનાન્સની ઓફીસ પર બોલાવી માર્યો માર 

બે શખ્સો સામે એ ડીવીઝનમાં નોંધાઈ ફરિયાદ 

જામનગર:સાડા ત્રણ લાખના સાડા સાત લાખ માગ્યા, ફાયનાન્સની ઓફીસ પર બોલાવી માર્યો માર 
symbolic image

Mysamachar.in-જામનગર:

જામનગરમાં વધુ એક વખત ફાયનાન્સના ધંધાર્થી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકે લીધેલ રકમ કરતા વધુ રકમ માગી ના આપતા મારી મારી મોબાઈલની લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ નોંધાતા પી.આઈ.એમ.જે.જલુ આગળની તપાસ કરી રહ્યા છે.આ કેસની પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ મૂળ ખીજડીયાના હાલ પુષ્કરધામ સોસાયટી શિવહરી એપાર્ટમેન્ટ, રણજીતસાગર રોડ પર વસવાટ કરતા પંકજ વિનોદભાઈ મુંગરા નામના યુવકે એસ.ટી.રોડ પર આવેલ શિવકૃપા ફાઈનાન્સ વાળા મયુરસિંહ જાડેજા પાસેથી આજથી ચારેક વર્ષ પહેલા ફરીયાદી પંકજે 5% વ્યાજે રૂપીયા 3,50,000/- લીધેલ હોય અને તેનુ વ્યાજ ભરતો હોય અને આજ દિન સુધી ચારેક લાખ રૂપિયા ચુકવી દિધેલ છે....

તેમ છતા શિવકૃપા ફાઈનાન્સવાળા મયુરસિંહ જાડેજા ફરીયાદી પંકજ પાસેથી સાડા સાત લાખ રૂપિયા માંગતા હોય આ બાબતે આ મયુરસિંહ જાડેજાએ ફરીયાદી પંકજને તેની ઓફીસે બોલાવેલ ત્યારે તેના પાર્ટનર શક્તિસિંહ જાડેજા પણ હાજર હોય જેઓએ સાડા સાત લાખ રૂપિયા બળજબરીપુર્વક મંગતા ફરીયાદીએ આપવાની ના પાડતા મયુરસિંહ જાડેજાએ ફરીયાદી પર ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ડાબા પગમા લાકડાના ધોકાનો ધા મારી બન્ને શખ્સોએ ભેગા મળી પંકજને જેમ ફાવેતેમ ગાળો આપેલ હોય અને મયુરસિંહ જાડેજાએ  ફરીયાદી પાસે રહેલ ઓપો કંપનીનો મોબાઈલ જેની કિ.રૂ. 15000/- નો લુંટીને એક બીજાની મદદગારી કર્યા સબબની કલમ 386, 392, 323, 504, 506(2),114 તથા જી.પી.એક્ટ 135(1) તથા મનીલેન્ડર્સ એકટ કલમ 5-40-42 મુજબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.