રાજ્યના આ જીલ્લાના પૂર્વ કલેકટર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ 

આ છે કારણ વાંચો વિસ્તૃત વિગત 

રાજ્યના આ જીલ્લાના પૂર્વ કલેકટર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ 

Mysamachar.in-પંચમહાલ:

કોઈ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને એવી ચરબી હોય કે અમારા થી મોટું ક્યાં કોઈ છે, અને આવું મનમાં રાખી અને મનફાવે તેમ વહીવટ ચલાવી અને રીટાયર્ડ થઇ ચુક્યા બાદ પણ જલસો મારવો સહેલો નથી, અને ગમે તે હોદ્દા પર રહ્યા હોય ગુન્હા દાખલ થઇ શકે આવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે.જેમાં પૂર્વ કલેકટર સામે ગુન્હો દાખલ થતા રાજ્યભરના સનદી અધિકારીઓમાં સોંપો પડી જવા પામ્યો છે.પંચમહાલ જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ નિવૃત એસ.કે.લાંગા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ છે, જિલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા 30.4.17 થી 8.04.18 ના સમયગાળા દરમિયાન ગોધરાના બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખી સરકારી કાર્યવાહીથી બચાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે,

 

ગોધરાના શિલાબેન મંગલાણી, રોહિત લુહાણાં અને ધનવતીબેન ચુનીલાલ ધારશિયાણી દ્વારા હરાજીની જમીન પોતે ખેડૂત હોવાના બોગસ પુરાવા રજૂ કરી મેળવેલ જે બાબતે કલેકટર જાણતાં હોવા છતાં કોઈજ કાર્યવાહી ન કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા પિક એન્ડ ચૂસ પદ્ધતિ અપનાવી પોતાની મનસ્વી રીતે ખોટા પરિપત્ર કરી જમીનને સરકાર ખાલસા ન કરે તેમજ સરકારી કાર્યવાહીથી બચાવવા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટું લખાણ કરી બોગસ ખેડૂતોને લાભ થાય તેવી કાર્યવાહી કરી હોય આ મામલે હાલના અધિક કલેકટર એમ ડી ચુડાસમાએ ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા રાજ્યભરના મહેસુલ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.મહત્વનું છે કે આ મામલે જામનગરના RTI એક્તીવીસટ્ કિશોર નથવાણીએ પણ આ મામલે સરકારમાં આધાર પુરાવાઓ સાથે રજુઆતો કરી હતી.