મોટી લાખાણી ગામે ફોન ના ઉપાડવાની નજીવી બાબતે આઘેડ પર હુમલો

કડીયાકામ કરતા આધેડને જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પણ રાવ

મોટી લાખાણી ગામે ફોન ના ઉપાડવાની નજીવી બાબતે આઘેડ પર હુમલો

Mysamachar.in-જામનગર

જામનગર નજીક આવેલ મોટીલાખાણી ગામે વસવાટ કરતા મનસુખભાઈ દુદાભાઈ મકવાણા કડીયાકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, એવામાં બે દિવસ પૂર્વે ગામમાં જ વસવાટ કરતો પીન્ટુ બહાદુરસિંહ જાડેજાએ મનસુખભાઈને ફોન કરતા મનસુખભાઈએ પોતે કામમાં વ્યસ્ત હોવાને કારણે પીન્ટુનો ફોન ઉપાડેલ નહિ જે બાદ જ્યાં મનસુખભાઈ કામ કરી રહ્યા હતા ત્યાં પીન્ટુ નામનો શખ્સ પહોચ્યો હતો અને જેમફાવે તેમ ભૂંડાગાળો બોલો અને ધોકા વડે મનસુખભાઈ પર હુમલો કરી મુંઢ ઈજાઓ પહોચાડી હતી અને જાતી પ્રત્યે અપમાનિત કરતા મનસુખભાઈ મકવાણાએ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં આ સબબની ફરિયાદ નોંધાવી પોલીસ કડક પગલા લે તેવી માંગ કરી છે.