પોલીસે ટેમ્પો રોકી ચેક કર્યો, ક્પરકાબીના બોક્સ ચેક કરતા નીકળ્યું...

13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ટેમ્પો રોકી ચેક કર્યો, ક્પરકાબીના બોક્સ ચેક કરતા નીકળ્યું...
file image

Mysamachar.in-રાજકોટ

31 ડિસેમ્બરે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો અવનવા કીમીયાઓ અજમાવશે પણ પોલીસની બાઝનજર હશે ત્યાં આવા કીમીયાઓ સફળ નહિ થાય, એવામાં આજે રાજકોટ SOG પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન SOGએ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી ગામના પાટીયા પાસે આઈસર ચાલકને રોકીને તપાસ કરતા આઈસરમાં કપ-રકાબીના બોક્સ નીચેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આઈસરના ચાલક આજમ છારોરાની અટકાયત કરી 6 લાખની કિંમતના દારૂ સહિત કુલ 13 લાખ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.