Mysamachar.in-જામનગર
જામનગરમાં દરેડ ગામની સરકારી જમીન પર થયેલ બાંધકામો બાદ નોંધાયેલ પ્રથમ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના ગુન્હાને લઇને પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓની ધરપકડનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે. જે 64 લોકો સામે ગુન્હો નોંધાયો છે, આ પ્રકરણ અંગે આજે પોલીસ પાસેથી આં અંગેની ધરપકડોની વધુ વિગતો આપતા કહ્યું કે આજે આ પ્રકરણમાં સંડોવાયેલા વધુ આઠ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં જાણીતા ઉદ્યોગપતિ અને જે સરકારી જમીન પર તેવોની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કુલ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે, તે જાણીતા ઉદ્યોગપતિ હનીફ હુશેનભાઈ પતાણી સહીત આઠ શખ્સોની પંચકોશી બી ડીવીઝન દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે, તો અન્ય ફરાર શખ્સો સુધી પહોંચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં સર્વે નં.131 અને 132 વાળી જગ્યામાં ગેરકાયદેસર પેશકદમી કરી દબાણ મામલે પંચ બી પોલીસ મથકમાં 64 લોકો સામે સરકાર પક્ષે સુઓમોટો દાખલ કરી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો જે પૈકી પોલીસે અત્યાર સુધીમાં કેટલાય શખ્સોને ઉપાડી લીધા છે, ગઈકાલે પોલીસે આ પ્રકરણમાં ત્રણ આરોપીઓ ભોપા કમાભાઇ ચારણ અને વેરૂનિકા ફ્રેંકલીન ફિલીપ્સ તેમજ જાનાબેન ઉર્ફે રામીબેન ધાનાભાઇને પકડી પાડયા હતા જેની ધરપકડ બાદ ત્રણેયને જેલહવાલે કરાયા છે. ત્યારે આજે આ ચકચારી પ્રકરણમાં જાણીતા ઉદ્યોગપતિ અને જે સરકારી જમીન પર સ્કુલ સાથે સંકળાયેલા હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળે છે, તે અગ્રણી ઉદ્યોગપતિ હનીફ હુશેન પતાણી સહીત કુલ આઠ સખ્શોને આજે કાયદેસર અટકાયત કરવામાં આવી છે, અને આ મામલે વધુ નામો ખુલતા પોલીસે જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.અને આ કેસમાં પોલિસની કામગીરી શરૂઆતથી
આ આઠ શખ્સોની આજે અટકાયત કરવામાં આવી
(1) હબીબ કરીમભાઇ ખફી જાતે સુમરા ઉ.વ 40 ધંધો ખેતીકામ રહે. લાખાબાવળ ગામ તા.જી.જામનગર
(2) હનીફ કામસભાઇ ખફી જાતે સુમરા ઉ.વ 39 ધંધો વેપાર રહે. મીતીયા ગામ, ટાવરની બાજુમાં તા.જી. જામનગર
(3) હનીફ સુલેમાનભાઇ ખફી જાતે સુમરા ઉ.વ 46 ધંધો મજુરી રહે. મીતીયા ગામ, દરગાહ વાળી શેરીમાં તા જી. જામનગર
(4) ગફાર ફકીરમામદ મેકાણી જાતે સુમરા ઉ.વ. 36 ધંધો મજુરી રહે. મસીતીયા ગામ, હુશેની ચોક તા.જી. જામનગર
(5) કાસમ ઉમરભાઇ ખફી જાતે સુમરા ઉ વ 20 ધંધો મજુરી રહે. મસીતીયા ગામ, મજીદની બાજુમા તા જી. જામનગર
(6) મુસાભાઇ ફકીરમામદ ખ ફી જાતે સુમરા ઉ.વ 35 ધંધો ખેતીકામ રહે. મસીતીયા ગામ, જમાતખાના પાસે તા જી. જામનગર
(7) મામદ ઉમરભાઇ ખફી જાતે સુમરા ઉ.વ 42 ધંધો ખેતીકામ રહે. મસીતીયા ગામ, પાણીના ટાંકા પાસે તા જી. જામનગર
(8) હનીફ હુશેનભાઇ પતાણી જાતે સુમરા ઉ.વ.41 ધંધો વેપાર રહે. મસીતીયા ગામ, મોબાઇલ ટાવરની પાસે