Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે લોકોની મજબુરીનો લાભ લેનારા લેભાગુઓની ક્યાં કમી છે, સંવેદના બતાવવાના સમયે લોકોને મજબુરીનો શિકાર બનાવનાર કેટલાક ફૂટી નીકળ્યા છે, જો ખાલી બે જ વસ્તુઓની વાત કરવામાં આવે તો જે માસ્કની કીમત 2 રૂપિયા છે તેના 10 થી 15 રૂપિયા લેવામાં આવી રહ્યા છે (ખાસ તો મેડીકલ સ્ટોર્સમાં) તો જે પ્લસ ઓક્સીમીટર જે શરીરનું પ્લસ અને ઓક્સીઝન લેવલ ચેક કરવા માટે છે તેના અગાઉ રૂા. 800 થી રૂા. 1000 સુધી ભાવ હતા તેમાં પણ હાલમાં લુટી લેવાની વાત હોય તેમ 1500 થી 2500 જેવી ગરજ તેવો ભાવ છે. આમ નિયંત્રણ વિનાની બજારમાં લૂટો ભાઈ લૂટો જેવી વાત હોય તેવો લોકો અનુભવ કરી રહ્યા છે.