આ..લે..સૌનીના પાઇપ તો કાલાવડમાં પણ જમીનમાથી બહાર નીકળ્યા...

ઇન્સપેક્શન અને સ્પેશીફિકેશનની ખામી?

આ..લે..સૌનીના પાઇપ તો કાલાવડમાં પણ જમીનમાથી બહાર નીકળ્યા...

Mysamachar.in-જામનગર:

એક તરફ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશનનુ કામ મંથર ગતિથી ચાલે છે, તેમા હવે પાઇપલાઇનનો ઉપરાઉપરી કથિત ભ્રષ્ટાચાર  ઉછળીને બહાર આવી રહ્યો છે, જેમા રાજકોટ જિલ્લા બાદ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામા પણ પાઇપ લાઇનો બહાર આવી જતા આશ્ચર્ય સર્જાય તે સ્વાભાવિક છે, અને થયેલ કામો પર આંગળીઓ પણ ચિંધાઈ.. હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા પીવાના પાણીની વ્યવસ્થા વધારવા અને સિંચાઇનો લાભ વધારવા સૌની યોજનાની ચાર લીંકના કામો જુદા જુદા ફેઝમા ચાલે છે, હાલારમા તો કામ હાલ તો પુરૂ થઇ જવાનુ હતુ જો કે સીએમ એ તો ગત વર્ષમા એવુ કહેલુ કે જાન્યુઆરી ૨૦‍૧૯ મા કામ પુરૂ થઇ જશે પરંતુ કામ ઝડપથી આગળ ધપતુ નથી ઉપરથી હવે પાઇપ લાઇનો જમીન ફાડીને બહાર આવી રહી છે,

રાજકોટના લોધીકામા છફુટ નીચેથી આ યોજનાની પાઇપ લાઇન બહાર આવતા જે ખેતરોમા લાઇન બહાર આવી તેના ખેડૂતોને નુકસાન થયુ હજુ એ બધુ તપાસ થાય ત્યા તો જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ચારણપીપળીયા અને અભેપરમા સૌનીના અલગ પેકેજનુ  કામ જે અને એ કામના પાઇપ ૪ ફુટ નીચેથી જમીન ફાડી બહાર આવતા ખેડુતો હાલાકીમા મુકાયા છે, અને અત્યારે તો જાણવા મળે છે તે મુજબ ખેતરોમાં પગ મુકાય તેવી પણ સ્થિતિ નથી, જોકે આ બનાવ અંગે નોટીસ પાઠવાઇ રહ્યાનુ જાણવા મળે છે જોકે આવુ તો ઘણી વખત થાય નોટીસ આપ્યાનુ જાહેર થાય પરંતુ કથિત મિલીભગતના કારણે નોટીસને ખાસ ગંભીરતાથી નથી લેવાતી નહિ તો આવી ઘટના વારંવાર બને જ નહી


-ઇન્સપેક્શન અને સ્પેશીફિકેશનની ખામી...

સિંચાઇના સુત્રોના જણાવ્યા મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટ રેન્ડમ થાય છે, ત્યારે એક મીટરના કામમા  પણ રૂપીયા દસ-દસ હજાર ના ખર્ચ થયા છતા તે ઠોસ કામ થતા ન હોય  હરિયાળી તો દૂર મોકાણ જ હાલ તો સર્જાય છે, વળી જમીન મુજબ ઉંડાઇ જાળવવી અને જેટલા મીટરના વ્યાસના પાઇપ ઉપયોગમા લેવાના છે, તે બાબતે અને જ્યા જ્યા કોંક્રીટ કામથી પાઇપને પક્કડ આપવાની છે, તેના ચુસ્ત પાલન દરેક કામમા થતા ન હોય આવા અનેક સ્પેશીફીકેશન ના પાલન ના સરેઆમ ભંગની પણ જાણકારોમા ચર્ચા થાય છે.

-કાલાવડ સબ ડીવીઝનના અધિકારી પ્રફુલ્લ પોપટ કહે છે કે...
રાજકોટ બાદ કાલાવડમા પણ બે ત્રણ ગામોના ખેતરોમાં સૌનીયોજનાની પાઈપલાઈનો ભારે વરસાદ પડ્યો તેના કારણે રાજકોટની જેમ જ જમીનમાં થી બહાર આવી છે, તેવું જણાવતા તેવોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કોન્ટ્રાક્ટમા ૧૦ વર્ષ સુધી કામ દરમિયાન જે કઈ પણ થશે તે તમામ રીપેરીંગ મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી કામ રાખનાર મેઘા એન્જીનીયરીંગ ની શરત મુજબ છે,અને તે મુજબ હવે ખેડૂતોના ખેતરોમાં લાઈનો બહાર આવી છે, તે ખેડૂતોને નિયમ મુજબનું વળતર પણ એજન્સીએ જ ચુકવવું પડશે.