પુસ્તકો ભરીને જઈ રહેલ પીકઅપવાન પલ્ટી, 3 ના થયા મોત 

અહી બની છે વધુ એક અકસ્માતની ઘટના 

પુસ્તકો ભરીને જઈ રહેલ પીકઅપવાન પલ્ટી, 3 ના થયા મોત 

Mysamachar.in-સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન અનિયંત્રિત થઈને ખાડામાં પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાનમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના લીંબડીના રાણપુર રોડ પર એક અકસ્માત થયો છે. જ્યાં પુસ્તકો ભરીને જઈ રહેલી એક પીકઅપ વાન વેજલકા નજીક પલટી મારી ગઈ હતી. પીકઅપ વાનમાં છ લોકો સવાર હતા. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા.પીકઅપ વાન પુસ્તકો ભરીને રાણપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન પલટીને બાજુના ખાડામાં પડી હતી.