PGVCL જામનગર ના અત્યારથી જ વીજકાપ પ્રી-મોન્સુનના નામે ત્રાસ છતા ઠોસ કામ નહી
ગ્રામ્ય વિસ્તારોમા હજુ નથી થઇ કામગીરી

Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે રૂટીન દિવસોમા પણ PGVCL જામનગર વીજ પુરવઠો નિયમિત આપવામા નિષ્ફળ જાય છે તો ચોમાસામાતો પુછવુ જ શુ?? હાલથી જ પ્રીમોન્સુનના નામે વીજકાપ લદાય છે ને રીપેરીંગ તો પુરતુ થય રહ્યુ નથી તેમજ વાવાઝોડા પેલા પ્રિ મોન્સુન કર્યું તો ફરીથી કરવુ પડશે?? ઇ સવાલ છે વળી જામનગર જિલ્લાનો ઘણો ટેકનિકલ સ્ટાફ અમરેલી સહિત વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોમા પુનસ્થાપનમા ગયા છે અને એજન્સીઓ શુ કામ કરે છે તે સૌ જાણે છે. બીજી તરફ જોઈએ તો દરવર્ષની વાસ્તવિકતા પરથી તારણ કાઢીએ તો કેટલુ પ્રિમોનસુન કામ કર્યુ કેટલુ બાકી છે કેટલુ હજુ થશે ?એ પણ ઠોસ કર્યુ કે માત્ર જુજ દેખાડો કરી બીલ તગડા ને પુરતા બનાવ્યા?? (આ શંકા એટલા માટે કે બાર કરોડ અલગથી પ્રિમોન્સુનના જ વપરાય તોય નુકસાન તો થાય જ છે ખર્ચ જેટલુ ય વળતર ન મલે ઉપરથી વીજગ્રાહકો હેરાન થાય તે જુદુ તેનુ વળતર તો આપતા જ નથી ને!!??)
-હેવી લાઇનલોસને હજારોનો ધુમાડો......
સવાચાર લાખથી વધુ ગ્રાહકો ત્રણ હજાર કરોડથી વધુનુ બજેટ એક લાખથી વધુ ટ્રાન્સફોર્મર બે લાખ જેટલા વીજપોલ સાડાત્રણસોથી વધુ ફીડર એચટીની છવીસ હજાર કીમીને એલટીની વીસહજાર કીમિની લાઇન છ ડીવીઝન એકત્રીસ સબડીવીઝન એક એચટી ડીવીઝન સાડા ચારસો થી વધુનુ મહેકમ ઉપરાંત દોઢસો રીપેરીંગ ગેંગ એકડઝન એજન્સી બે ડઝનથી વધુ કચેરી બીલ્ડીંગો પચીસસો એમયુએસનો વપરાશ તેમાં પણ અઢારસો ઓગણીસ સો ઐમ યુનિટસના બીલ બને (લાઇનલોસ જંગી)બારસો કરોડ જેવી આવક અને દર મહિનાના દસથી બાર કરોડ મળી વરસે દોઢસો કરોડ રીપેરીંગ ખર્ચ મહેકમ ખર્ચ સાતસો થી આઠસો કરોડ તેમજ નવા પ્રોજેક્ટ ઇન્સટોલેશનના એવરેજ ત્રણસો કરોડના ખર્ચ સાથે બીલીંગ વર્ક કલેક્શન વર્ક કમલેનવર્ક સહિતનુ જબરૂ કમઠાણ જામનગર સર્કલનુ છે પરંતુ જેમા જામનગર દ્વારકા બે જિલ્લા આવે છે તેમા કેવી રીતે પ્રજા એટલે વીજગ્રાહકલક્ષી કેટલી કામગીરિ થાય છે તે તો સૌ જાણે છે આ માત્ર PGVCL ની વાત છે જેટકોનો તો પાંચ હજાર કરોડથી વધુના બજેટનો વહીવટ નો અધ્યાય અલગ થાય તેવુ છે.
-ટ્રાન્સફોર્મર ગાર્ડમા લાખના બાર હજાર.......
વળી ટ્રાન્સફોર્મરના ગાર્ડ 12 કરોડના ખર્ચે એકના ચાલીસ હજાર એમ ત્રણ હજાર ટ્રાન્સફોર્મરને સાદી ભાષામા લોખંડની જાળીથી કવર કર્યા કે અકસ્માત ન થાય જોવાનુ છે કે તેનો ફાયદો શુ થાય છે વળી આઇપીડીએસ હેઠળ સીલેક્ટેડ મા જ કામગીરી થઇ છે
-વીજગ્રાહકોને ગ્રાહક સુરક્ષા હેઠળ મળેલા અધીકારોનો ભંગ
હવે બીજુ એ કે અર્થીંગનુ પણ એવુ જ છે તે માટે પ્રોવાઇડીંગ અર્થ ટર્મીનલ ફોર એલટી કન્ઝ્યુમર્સ હેઠળ અઢી કરોડ નો ખર્ચ કરી નાંખ્યો પણ છેડા ફીટ નથી કર્યા ત્રીસ હજાર જોડાણમા કામ થયાનુ પત્રકમા છે પરંતુ થાંભલા પાસે ઝાડની પાતળી સુકી ડાળીનિ જેમ અર્થીંગ વાયરો તો કનેક્શન આપ્યા વગર લટકે છ કા ઉભા છ કોઇ કહેતુ ય નથી,
વિજ ગ્રાહકોને કે બાકીનુ કામ તમે કરાવજો આ ગ્રાહક સુરક્ષા કાયદાનો ભંગ છે તેમ નિષ્ણાંતોએ કહ્યુ છે તેમજ વિજગ્રાહકોને જાણકારી આપવી સાતત્ય પુર્વક વિજ પુરવઠો આપવો કોઇ લાઇનના અકસ્માતથી વિજગ્રાહકોને નુકસાન થાય નહિ તે પ્રમાણે સેફટી મેજર્સ લેવા કમ્લેન તુરંત એટેન્ડ કરવી વગેરે બાબતોના પાલન કાયમ ન થાય તો વિજગ્રાહક ના અધીકારોનો ભંગ છે તેમજ કમ્પ્લેન કરનાર વિજ ગ્રાહકોના ફોન લેન્ડલાઇન કે મોબાઇલ જવાબદારો દર વખતે ઉપાડતા પણ નથી આ મુદો પણ એક વખત જિલ્લા કક્ષાની મીટીંગમા ગંભીરતાથી ઉઠ્યો હતો ત્યારે જિલ્લા ઓથોરીટીએ આ બાબત ની સુચના આપી ગ્રાહકોના ફોન ઉપાડી ફરિયાદ દર વખતે નોંધાય તે જોવા અને ફોન ઉપાડવા તેમ તાકીદ કરાયેલી હતી જો કે તે મીટીંગમા ગયેલા અધીકારીઓ તો બદલી ગયા છે પરંતુ ફોન ઉપાડવા તે તો ગ્રાહક સેવાનો PGVCL માટે અગત્યનો ભાગ જ છે માત્ર ફોન નંબર લીસ્ટ ક્યારેક ક્યારેક જાહેર કરી વિજ વિભાગ સંતોષ માની લે છે.