Mysamachar.in-જામનગર:
સહનશીલ પ્રજા સતત મોંઘવારીનો સામનો કરી રહી છે, દરેક જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારા વચ્ચે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવો વધી રહ્યા છે, તે ભારે ચિંતાજનક વાહનચાલકો માટે બની રહ્યા છે, દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી લોકો ત્રાહિમામ થઇ ચુક્યા છે, ત્યારે જામનગરમાં આજના ગઈકાલના પેટ્રોલ અને ડીઝલના ભાવોની વાતચીત કરવામાં આવે તો જામનગર શહેરના ઇન્ડિયા પેટ્રોલ કંપની, ઉપલા પંપ વાળા જીતુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે જામનગરમાં ગઈકાલનો પેટ્રોલનો ભાવ:101.81, ડીઝલ: 101.11 જયારે આજનો પેટ્રોલનો ભાવ 102.15, ડીઝલનો ભાવ 101.48 હોવાનું તેમણે જણાવ્યું હતું.