ઊંચું ભાડું આપી મંગાવતા વાહનો અને પછી કરતા આવું..

પોલીસે 10 મોંઘીદાટ ગાડીઓ કબજે કરી

ઊંચું ભાડું આપી મંગાવતા વાહનો અને પછી કરતા આવું..

Mysamachar.in-સાબરકાંઠા

ઊંચા ભાડાની લાલચ આપી વાહનો મંગાવી અને બરોબર વેચી મારવાના કૌભાંડમાં એકની ધરપકડ કરાઈ છે, સાબરકાંઠા એસ.ઓ.જીએ હિંમતનગર વિજાપુર રોડ પરથી કાર ચાલકને અટકાવી કારના પેપર્સ મળી ન આવતાં અટક કરી પૂછપરછ કરતા ઊંચા ભાડાની લાલચ આપી વાહનો મંગાવી બારોબાર વેચી મારવાનું અને ગીરો મૂકવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું. શખ્સે એસ.ઓ.જી સમક્ષ વિગતો ઓકી નાખતા ઓડી, ફોર્ચ્યુનર, ઇનોવા, અર્ટિગા સહિતની 10 લક્ઝુરીયસ કાર પણ કબ્જે લેવાઈ હતી. તે દરમિયાન કાર ચાલક પરેશભાઈ દશરથભાઈ પંચાલને ઉભો રાખી કારના પેપર્સ માંગતા શંકાસ્પદ વર્તણુંક જણાતા અટક કરાઇ હતી.

તેની ઝીણવટભરી પૂછપરછ કરતા મૂળ દેત્રોજ તાલુકાનો અને હાલ અમદાવાદના ઘોડાસરમાં તથા ચાંદલોડિયામાં રહેઠાણ ધરાવતા અંકિત પંચાલ અને મૂળ વિજાપુરના લાડોલનો વતની અને ચાંદલોડિયાના રહેતા જીગ્નેશકુમાર પટેલ સાથે મળીને વાહન માલિકોને વાહનનું વધુ ભાડું આપવાની લાલચ આપી વાહન લઈ જઈને ભાડું પણ આપતા ન હતા અને વાહનને ગીરો મૂકી અથવા બારોબાર વેચાણ કરી દેતા હોવાની કબૂલાત કરતા એસઓજી ટીમે 10 લક્ઝુરીયસ વાહનો કબ્જે લીધા હતા અને અન્ય બે ચીટરોને અને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.