જામનગરના કોન્ટ્રાકટર એક ના ત્રણ ગણા કરવાની લાલચમાં આવ્યા, જો કે પોલીસે સમયસર..

શું છે સમગ્ર ઘટના વાંચો આ અહેવાલમાં...

જામનગરના કોન્ટ્રાકટર એક ના ત્રણ ગણા કરવાની લાલચમાં આવ્યા, જો કે પોલીસે સમયસર..

Mysamachar.in-વલસાડ:

કહેવાય છે ને કે લાલચ બુરી બલા છે, અને તેમાં પણ પૈસા ડબલ કે તબલ કરી દેવાની કોઈ લાલચ આપે તો તુરંત લોકો સામેવાળી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી લે છે અને લાલચમાં આવી અને ફસાઈ જાય છે, મૂળ જામનગરના એક કોન્ટ્રાકટર સાથે જ પણ આવું જ થયું જો કે સમયસર પોલીસની મદદ મળી જતા લાલચ આપનારાઓ પોલીસને હાથ લાગી ગયા છે, વાત એવી છે કે... વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર જામનગરના કોન્ટ્રાક્ટર પ્રવીણ નારણભાઇ સોનાગરાને 10 દિવસ પહેલા કાનાભાઈ ભરવાડે મહેશભાઈ નામના ઈસમ સાથે મુલાકાત કરવી એકના ત્રણ ગણા રૂપિયા કરવાની લોભામણી લાલચો આપી હતી.

ગત રોજ રૂ.7 લાખના રૂ 30 લાખ કરાવી આપવાની લોભામણી લાલચ આપીને મહેશભાઈ તથા રફીકભાઈ તેમના સાગરિતો સાથે પારડી હાઇવે ઉપર બોલાવી તેમની પાસેથી રૂ 7 લાખ લઈ લીધા બાદ અન્ય સાગરિતોની મદદ વડે ઝઘડો કરવાનું નાટક કરીને રૂપિયા લઈને નાસી ગયા હતા. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા વલસાડ જિલ્લા પોલીસે આ ઘટનામાં મીયાણા ગેંગની સંડોવણી બહાર આવી હતી.

વલસાડ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ મેળવીને પારડીની ઘટનામાં સંડોવાયેલી મીયાણા ગેંગના 7 સૂત્રધારોને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 7લાખ, કાર અને કેમિકલ મળી કુલ 18.17 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા 15 દિવસ પહેલા કચ્છ ખાતેથી એક ઈસમ પાસેથી 1.5 લાખની છેતરપિંડી આચરી હોવાનું જણાવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસે લોકોને આવી કોઈ લોભામણી લાલચોમા ન આવવા લોકોને પણ વધુમાં અપીલ કરી છે.