મામલતદાર કચેરીમા ગાળો બોલવાની ના પાડી અને ઉશ્કેરાયો શખ્સ પછી....

કલ્યાણપુરની ઘટના..

મામલતદાર કચેરીમા ગાળો બોલવાની ના પાડી અને ઉશ્કેરાયો શખ્સ પછી....

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર મામલતદાર કચેરીમા જોવા જેવી થઇ છે,વાત એવી છે કે મામલતદાર કચેરીમા આવીને રાણ ગામનો રણમલ મુરુભાઈ ગઢવી નામનો શખ્સ ગાળો બોલતો હોય જે બાબતે કચેરીમા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ભીખાભાઈ પરમારે કચેરીમા ગાળો બોલી વાતાવરણ ના બગાડવા રણમલને જણાવેલ જેથી તે સમજવાની બદલે ઉશ્કેરાઈ જઈને સરકારી ફરજ પર રહેલા નાયબ મામલતદાર પરમારની ફરજમાં રૂકાવટ અને હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે નાયબ મામલતદારે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.