ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના ફોનની ચોરી કરી આ શખ્સ કરતો એવું કે...

આપના ફોનને આપની પાસે જ રાખો

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના ફોનની ચોરી કરી આ શખ્સ કરતો એવું કે...
Symbolic image

My samachar.in:વડોદરા

વડોદરા ક્રાઇમ બ્રાંચે અમદાવાદના વેપારીનો ફોન ચોરી લાખોની રકમ ઉપાડી લેનાર આયુશ અનિલભાઇ ડાગાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ કરી ધરપકડ કરવામાં આવી છે. આરોપી આયુશ ટ્રેનમાંથી લોકોના મોબાઇલ ફોન ચોરી કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી લોકોના મોબાઇલના આઇડી પાસવર્ડ જાણી લઇને બેંક એકાઉન્ટમાં રૂપિયા ઉપાડી લેતો હતો. જ્યાર બાદ ફોનને ફોર્મેટ કરી વેચી દેતો હતો.ઝડપાયેલા આયુશ ડાગા પાસેશી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આઇફોન સહિત કુલ 10 ફોન જપ્ત કર્યા છે. તેમજ અલગ-અલગ બેંકના કુલ 11 ATM કાર્ડ તથા 1 RC બુક અને 1 ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કર્યુ છે. તેની સામે સુરતના ઉમરા અને ખટોદરા 6 ગુના નોંધાઇ ચુક્યા છે...

વધુ તપાસ કરતા સામે આવ્યું કે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલો રોડ પર આવેલા મોહની ટાવરમાં રહેતા નિલેશભાઇ ગત 21 માર્ચના રોજ ઓફિસના કામે બિઝનેસ પાર્ટનર યોગેન્દ્ર સાથે મધ્યપ્રદેશના જબલપુર ગયા હતા. 24 માર્ચના રોજ તેઓ બંને પરત આવતા હતા ત્યારે ટ્રેનમાં 25 માર્ચની સવારે નિલેશ  વોશરૂમમાં ગયા હતા અને પરત આવ્યા ત્યારે તેમનો એપલનો ફોન ગુમ હતો. જેથી ફોનને શોધવા માટે નિલેશએ તેમના બિઝનેસ પાર્ટનર યોગેન્દ્રના ફોન પરથી પોતાના ફોન પર કોલ કર્યો હતો. જો કે ફોન કોઇએ ઉપાડ્યો ન હતો.થોડા સમય બાદ નિલેશના ફોનથી યોગેન્દ્રના ફોન પર કોલ આવ્યો હતો કે, હું મેઘનગર પોલીસ સ્ટેશનથી સબ ઇન્સપેક્ટર મુકેશ શર્મા RPFમાંથી વાત કરુ છું. તમારો ફોન મેઘનગર પોલીસ રેલવે સ્ટેશનથી એક વ્યક્તિ ચાલુ ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાંથી નીચે ઉતરતા તેની તપાસ કરતા મને મળ્યો છે...

આમ જણાવી તેણે યોગેન્દ્ર રાજનું નામ, પુરુ સરનામુ, જન્મ તારીખ, એપલના ફોનનું સ્ક્રિન લોક તથા ધંધાની વિગતો મેળવી લીધી હતી પરંતુ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જણાવા મળ્યું હતું કે ત્યાં મુકેશ શર્મા નામનો કોઇ વ્યક્તિ ફરજ નથી બજાવી રહ્યો. જેથી યોગેન્દ્ર રાજ પરત અમદાવાદ આવી ગયા હતા.26 માર્ચના રોજ યોગેન્દ્ર રાજે તે જ નંબરનું નવું સિમકાર્ડ ખરીદ્યું હતું અને અન્ય મોબાઇલમાં એક્ટિવ કરતા જ ઇ-મેલ આવ્યો હતો કે જુદાજુદા 30 ટ્રાન્જેક્શન દ્વારા તેમના ICICI બેંકના ખાતમાંથી 4 લાખ 27 હજાર 819 રૂપિયા કોઇ અજાણી વ્યક્તિએ ઉપાડી લીધા છે.જે બાદ અમદાવાદના યોગેન્દ્ર રાજે ફોન ચોરાયાની અરજી વડોદરા રેલવે પોલીસ ખાતે કરી હતી. તેમજ ફોનમાંથી રૂપિયા ઉપડી ગયાની ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.