પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ વાળો FSA નો જથ્થો અનેકને મળતો થઇ ગયો બંધ...

DSO અને કચેરીએ કઇ દરકાર જ ન લેતા.....નિંભરતાનો ભોગ બનેલા અનેક ભુખ્યા સુતા હશે ને?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ વાળો FSA નો જથ્થો અનેકને મળતો થઇ ગયો બંધ...
symbolic image

Mysamachar.in-જામનગર

મુખ્યમંત્રી પુરવઠામંત્રી અને અન્ય મંત્રીઓ એવુ બોલતા સાંભળવા મળે છે કે કોઇ ભુખ્યો ન સુવે....એ સરકારનો ધ્યેય છે, પરંતુ જામનગર DSO અને તે કચેરીનો આ ધ્યેય નથી કેમકે એ લોકોની પોતાની સરકાર છે પોતાની ઇચ્છા મુજબ વહીવટ (ઘણા અર્થ થાય) કરે છે, mysamachar.in ની રેશનવોર્ડ અને પુરવઠા કચેરીની મીલીભગતના પર્દાફાશની જે ઝુંબેશ ચાલે છે તેમા અનેક બાબતો લોકો સમક્ષ મુકાઇ ગઇ છે હજુ અવિરત મુકાઇ રહી છે તેમા વળી આરટીઆઇમા અમુક જવાબમા તો કચેરીનો ભેંસના શીંગડામા પગ આવ્યો છે, ભેસ દોડશે ત્યા સુધી ઢસડાય તેવા મુદા સામેથી આપી દીધા તો વળી જાગૃત નાગરીકોને પણ હિંમત આવી તેઓ પણ ગરીબોના હીતમા સીધી જ પુરવઠામંત્રીને રજુઆતો પુરાવા સાથે કરવા માંડ્યા છે,

જે રજુઆતનો મુદો છે તેની વિગત જોઇએ તો સરકાર ધ્વારા મળતો વિનામૂલ્યે જથ્થો ન મળતા હોવાની વ્યાપક ફરિયાદ આરટીઆઈ એક્ટીવીસ્ટ ધ્વારા પુરવઠા મંત્રીને પત્ર પાઠવી કરાઇ છે તેમા જણાવાયુ છે કે જામનગર શહેરમાં રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારજનોને સરકાર માન્ય રાશનની દુકાનમાંથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મળતો અનાજનો જથ્થો બંધ થઇ જતા અનેક પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે,

માટે સામાજિક કાર્યકર પ્રફુલ કંસારા દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને પત્ર પાઠવી આ અંગે રજૂઆત કરી છે કે જામનગર શહેરમાં સરકારમાન્ય રાશનની દુકાનમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સરકાર દ્વારા નિયમ મુજબ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અનાજનો જથ્થો વિનામુલ્યે ફાળવવામાં આવે છે પરંતુ તાજેતરમાં નોન એફએસએ,બીપીએલમાંથી નોન એનએફએસએ એપીએલ-1 અને 2માં અનેક રાશન કાર્ડ તબદીલ કરવા અંગે નોટીસો ફટકારાઇ છે અને જુદા-જુદા પુરાવાઓ રજૂ કરવાની સુચના આપી છે જેને લઇને લાભાર્થી પરિવારોમાં ભારે ચર્ચા જાગી છે. એટલુ જ નહી રાશન કાર્ડ ધારકોને વિનામુલ્ય અનાજ મેળવવા જાય છે ત્યારે તેનું નામ કોમ્યુટરમાંથી કાઢી નાખવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવે છે...!? જેથી તેઓને અનાજનો લાભ મળતો બંધ થઈ ગયો છે.

ઉપરાંત કાર્ડ ધારકોને સમયસર ચીજવસ્તુઓ પણ મળતી નથી. જેથી સરકાર માન્ય રાશનકાર્ડની દુકાન ઉપર ધરમનો ધકકો ખાઇ છે. રાશન કાર્ડમાં નામમાં તેમજ સરનામામાં નાની-મોટી ભુલોને લઇને પણ લાભાર્થીઓ અનાજનો જથ્થો આપવામાં આવતો નથી. તેવી ફરિયાદો ઉઠી છે. કેટલાક રાશન કાર્ડના સરકાર માન્ય દુકાન ધરાવતા દુકાનદારો દ્વારા સરકારના નિયમ મુજબ દુકાન ઉપર અનાજ વિતરણ અંગેની માહિતી પણ મુકવામાં આવતી નથી.

આવા અનેક ગંભીર મુદાઓ અંગે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ  પણ  કરવામાં આવતા પુરવઠા તંત્ર વિશે બીજા વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જાગી છે અને પુરવઠાવાળા તો માહિતીની અરજીનો ઉલાળીયો કેમ કરવો તેના રસ્તા શોધી રહ્યા છે, ખાસ કરીને કાર્ડ રદ થવાના અભણ લોકોના કે પછાત વર્ગ વિસ્તારના લોકોમા વધુ થાય છે કચેરીવાળા જવાબ દેતા નથી ફરિયાદ કોઇ સાંભળતુ નથી અરજીને કોઇ દાદ દેતુ નથી વગેરે મુદા પણ આ જાગૃત નાગરીકે લોકોની વ્યથાના જણાવ્યા છે.

-કાર્ડ પર ફરી માલ મળે તેની અરજી કરી શકાય

આ દરમ્યાન અમુક જાણકારોના મતે અમુક કાર્ડ ધારકોને માલ નથી આવ્યો તેમ કહિ લાબો સમય સરકારની યોજનાથી અમુક સસ્તા અનાજવાળા વંચિત રાખે છે, જેથી કાર્ડમા એન્ટ્રીમાલની ન થાય તો અમુક સમય એટલેકે 3 મહિનામા રદ થાય રદ એટલે માલ મળવો રદ થાય કાર્ડ રદ ન થાય પરંતુ ફરીથી અરજી કરી ચાલુ કરાવી શકાય.

-શંકાનો ઉદભવ

બીજી તરફ શંકા એ છે કે દુકાનદારોના કારસ્તાન થી જે કાર્ડ રદ થયાનુ બતાવાતુ હોય તો તે લગત જથ્થો બાદ થાય છે કે નહી?? કે તેમાંય કઇ ઓપરેન્ડી ચાલે છે કે એન્ટ્રી કોઇ બીજી રીતે કાર્ડધારકની જાણ બહાર થઇ જાય છે? તે પણ તપાસનો વિષય છે.પણ તપાસ કરે કોણ..?