માસ્કના ચેકિંગને નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતા બે નકલી પોલીસને લોકોએ ઝડપી પાડ્યા

લોકોને શક જતા માગ્યું આઈડી કાર્ડ અને...

માસ્કના ચેકિંગને નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતા બે નકલી પોલીસને લોકોએ ઝડપી પાડ્યા

Mysamachar.in-વલસાડ

વલસાડના ભગોદ નજીક 2 પોલીસ જવાનોએ કોવિડનું માસ્ક ચેકિંગ હાથ ધર્યું હતું. સ્થાનિક બાળકોને અને લોકોને માસ્ક ન પહેર્યા બદલ દંડ વસૂલવાની કામગીરી કરતા હતા. જે દરમિયાન યશ દેસાઈ પસાર થઈ રહ્યો હતો. 2 અજાણ્યા ઈસમો પોલીસ હોવાનું જણાવી લોકો પાસે માસ્ક દંડ વસૂલી રહ્યા હોવાનું જાણવા મળતી અજાણ્યા ઈસમો પાસે પહોંચી પોલીસના આઈડી કાર્ડની માંગણી કરી હતી. ગભરાયેલા બંને યુવકોએ કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. યશ દેસાઈએ સમય સુચકતા વાપરીને નકલી પોલીસ બનીને આવેલા બે પૈકી એક યુવકને કારમાંથી ખેંચી લીધો હતો. બીજો યુવક કારમાં ભાગી રહ્યો હતો. તે યુવકને ઝડપી પાડ્યો હતો.

દારૂના નશામાં નકલી પોલીસ બનીને સ્થાનિક લોકો પાસેથી રૂપિયા ઝડપી પાડ્યા હતા. બંને નકલી પોલીસને વલસાડ રૂરલ પોલીસની ટીમને સોંપવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ મથકે બંને નકલી પોલીસને રજૂ કરતા બંને યુવકો સીધાદોર થઈ ગયા હતા. પોલીસને હાથપગ જોડતા થઈ ગયા હતા. પોલીસે બંને યુવકો સામે પીધેલાનો કેસ કરીને આગળની તપાસ હાથ ધરી છે.