દર્દ મટ્યુંને વેદ વેરી, ચુંટણીઓ પતી ચુટાયેલા સહિતના નેતાઓની સક્રિયતા કેટલી લોકો નોંધ કરે

ચુંટણીઓ સમયે આંગણે આંગણે ફરતા નેતાઓ અને ચુટાયેલા ક્યાં ગયા..?

દર્દ મટ્યુંને વેદ વેરી, ચુંટણીઓ પતી ચુટાયેલા સહિતના નેતાઓની સક્રિયતા કેટલી લોકો નોંધ કરે
symbolic image

Mysamachar.in-જામનગર

કહેવત છે કે દર્દ  મટ્યુને વેદ વેરીની જેમ ગુજરાતમા સુધરાઇ કોર્પોરેશન અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતોમા ચુંટણી પતી સૌ-સૌ ના ચોકઠા ગોઠવાય ગયા ભાજપના વધુ કોંગ્રેસના ઓછા પણ બધુ ગોઠવાયેલુ છે હવે પબ્લીકની જરૂર નથી તેમ હાવભાવ નેતાઓના હોય તેવુ લોકોમા ચર્ચાય છે બે માસ પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તથા નગરપાલિકા અને મહાનગરપાલિકની ચૂંટણી ટાણે શેરી ધમરોળતા રાજકારણીઓ આજે શેરીઓમાં આવવાની તસ્દી પણ લેતા નથી (અહી બધાની વાત નથી અમુક છે જે કોરોના હોય કે ને હોય હંમેશા સક્રિય રહ્યા છે અને રહે છે)

ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ કોકના લગનમા હુ ધમાધમની જેમ ક્યાક કઇક જીણુ મોટુ કામ થતુ હોય ત્યા ફોટા પડાવી લે છે ઇ માનવુ પડે તેમ પણ ચોમેર ટીકા થાય છે બીજી તરફ વધુમા કોંગ્રેસના ધારાસભ્યો તેમજ નેતાઓ આગેવાનો ખુબ જ સદ્ધરો  પણ પ્રજાને પડખે ઊભા રહેવા તત્પર નથી જે માટે ફરી જાણકારો ટાંકે છે કે જેમ કોરોનાની બીમારીના વધતા વ્યાપ વચ્ચે ભાજપના ધારાસભ્યોને કમલમાંથી અને સરકારમાંથી મુખ્યમંત્રી તરફથી કોવિડકેર સેન્ટર ઊભા કરવાની સૂચના અપાઈ છતાંય તેમાંથી મોટાભાગના ધારાસભ્યો લોકોની સેવામાં શેરીમાં આવ્યા નથી તે જ રીતે કૉંગ્રેસના તમામ નાનાથી માંડી મોટા નેતા તાલુકા જીલ્લા પંચાયતના સભ્યો આગેવાનો  ધારાસભ્ય પ્રજાની સેવા કરવા માટે બહાર આવ્યા હોવાનું જોવા મળતું નથી. (અમુક એક્ટીવ છે તેના વિસ્તારના લોકો જાણે છે)

કોવિડ કેર સેન્ટર ઊભા કરવા તેમને માટે અઘરા પડી રહ્યા હોવાનું જણાવતા અમુક ધારાસભ્ય કહે છે કે કોવિડ કેર સેન્ટર ઊભા કરી દઈ એ પણ ઓક્સિજનના સપ્લાયની ગેરેન્ટી છે જ નહિ. બીજી તરફ દવાનો સપ્લાય પણ ન મળે તેવા સંજોગમાં કામ કરવા જતાં વગોવાઈ જવાની વધુ દહેશત છે કેમકે બધુ જ વ્યવસ્થિત કરવાની કેપેસીટી પણ જોઇએ ભાવ જોઇએ સાથે મેનેજમેન્ટ જોઇએ ને??

-જામનગરના જરૂરીયાતમંદોનો સાદ સાંભળો વહાલા રાજકીયો....!!

જાણકારોના મતે જામનગર કોર્પિરેશનની ચુંટણીનુ ધમાધમ હતુ ને ભાજપને કોંગ્રેસના પ્રચાર પ્રસાર જામ્યા હતા અને પ્રજાએ મત પણ આપ્યા પરંતુ જુજ કોંગ્રેસી તેમજ જુજ ભાજપી કોર્પોરેટરો સિવાય સમગ્રપણે ચુંટાયેલા તેમજ આગેવાનો તેમજ હોદેદારો તેમજ સંગઠનના મોટા વ્યક્તિઓ તેમજ ચુંટણી વખતના આગેવાન કાર્યકર્તાઓ બધા જ માથી જુજ જ બહાર દેખાય છે તો બીજા ક્યા છે?? તેમ સાત લાખની જનતા પુછે છે જેને ટેસ્ટ કરાવવા છે જેને દવા જોઇએ છે જેને એમ્બ્યુલન્સ જોઇએ છે જેને ઓક્સીજન જોઇએ છે જેની પાસે સારવાર માટે જવા આવવા પણ પૈસા નથી એવા જામનગરના જરૂરીયાતમંદોનો સાદ કોણ સાંભળશે વહાલા તમામ પક્ષના નેતાઓ??