જામનગર શહેરમાં રેપીડ ટેસ્ટ કોરાના વેકસીન મામલે લોકો ભોગવી રહ્યા છે હાલાકી:દિગુભા જાડેજા

કમિશ્નરને સંબોધીને કરવામાં આવી છે રજૂઆત

જામનગર શહેરમાં રેપીડ ટેસ્ટ કોરાના વેકસીન મામલે લોકો ભોગવી રહ્યા છે હાલાકી:દિગુભા જાડેજા
file image

Mysamachar.in-જામનગર

સરકાર વેક્સીન અને ટેસ્ટીંગને લઈને દાવાઓ તો અનેક કરવામાં આવી રહ્યા છે, પણ દાવાઓની સામે વાસ્તવિકતા જુદી છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાની રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા કમિશનરને સંબોધીને કરેલ રજુઆતમાં સામે આવી છે, દિગુભા જાડેજાની રજુઆતમાં જામનગર શહેરની હાલ આ કોરાના મહામારીમાં ખુબ જ દયનીય અને કફોળી પરિસ્થીતીમાં છે હાલમાં જામનગરમાં દરેક આરોગ્ય કેન્દ્રમાં રેપીડ ટેસ્ટ પુરતા પ્રમાણમાં થતા નથી તેમજ 18 વર્ષથી 45 વર્ષ સુધીના નાગરીકને વેકસીન આપવાની જાહેરાત કરી પરંતુ કોઈપણ જાતનું આયોજન નથી હજુ 45 વર્ષથી ઉપરની ઉમરના લોકોને બીજો ડોઝ માટે પણ ધકકા થાય છે અને 18 વર્ષથી ઉપરના ઉમરના નાગરીક ને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુંને તેમાં પણ ઓનલાઇન બંધ અને રજીસ્ટ્રેશન થાય તો ધકકા થાય સેન્ટર પર વેકસીન હોયજ નહી.

આ સ્થિતિ જામનગરમાં હોય અને અંધેરી નંગરી ને ગંડુ રાજા જેવું કામ જામનગર મહાનગર પાલીકાનું છે, કોરાના ટેસ્ટ કરાવવા લોકો જાય તો નાગરીકને લાઇનમાં ઉભું રહેવું પડે છે તે ટેસ્ટ કરાવા જાય અને ઘરે કોરાના લઇને આવે છે, સરકાર ફકત મોટી મોટી વાતો કરે છે, પરંતુ પુરતા પ્રમાણમાં વેકસીન નથી કે રેપીડ ટેસ્ટ પણ નથી, આવા કોરોના કાળમાં પણ કોઇ પણ જાતની જનતાની પડી નથી તેવું લાગે છે, આમાં જામનગર મહાનગર પાલીકા તેમજ આરોગ્ય શાખા સાવ નિષ્ફળ ગઇ હોવાનો આક્રોશ આ રજુઆતમાં ઠાલવવામાં આવ્યો છે.