બેન્કના પટ્ટાવાળા બેંકમાં જ માર્યો હાથ,૫ લાખ મળ્યા કચરામાંથી..

બેંક ઓફ ઇન્ડિયામાં બની ઘટના..

બેન્કના પટ્ટાવાળા બેંકમાં જ માર્યો હાથ,૫ લાખ મળ્યા કચરામાંથી..
તસ્વીર:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા એક એવી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જે જગ્યા પૈસા માટે સુરક્ષિત માનવામાં આવે છે,તે જગ્યા જ અસુરક્ષિત નીકળી છે, બેન્કના પટ્ટાવાળાએ જે બેંકમાં નોકરી કરતો ત્યાં જ હાથ મારતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે,આ કિસ્સાની વિગત એવી છે કે જામનગરના પી.એન.માર્ગ પર આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં આશિષ મનહરલાલ બુદ્ધભટ્ટીએ આજ થી ત્રણેક માસ પૂર્વે બેન્કની તિજોરીમાંથી કોઈપણ રીતે ૪૦ લાખ રૂપિયાની ચોરી કરી હતી,અને જે બાદ બેંક નજીક આવેલ એક કચરાપેટીમાંથી પાંચ લાખ મળી આવ્યા હતા,

જયારે બાકીના ૩૫ લાખ ના મળી આવતા સીસીટીવી ફૂટેજ ને આધારે અને ઘટના અંગે તપાસના અંતે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં બેન્કના અધિકારીની ફરિયાદને આધારે પોલીસે ચોરીની આ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.