સિંગતેલના ભાવમાં તહેવારો સમયે જ ભડકો

એક તરફ શાકભાજીના ભાવ બીજી તરફ સિંગતેલના ભાવો પણ વધ્યા

સિંગતેલના ભાવમાં તહેવારો સમયે જ ભડકો
symbolic image

Mysamachar.in-ગુજરાત

કોરોના મહામારીમાં થી હજુ લોકો ઉભા થયા નથી, ત્યાં જ રાજ્યમાં મોંઘવારી બેલગામ થઇ રહી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના અને ખાસ તો ડુંગળી બટેટાના ભાવો સતત વધી રહ્યા છે, એવામાં હવે તહેવારોની સીઝન ચાલું થનાર છે. ત્યારે તેલિયા કંપનીઓએ સિંગતેલના ભાવમાં વધારો કરીને ગૃહિણીઓને સૌથી મોટો ઝાટકો આપ્યો છે. ગૃહિણીઓ માટે આજે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2260એ પહોંચ્યો છે.

સિંગતેલના ભાવમાં સતત વધારા ઉપર વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ છેલ્લા 12 દિવસમાં 125 રૂપિયાનો વધારો થયો છે. હવે સિંગતેલના ડબ્બાની કિંમત 2260 રૂપિયાને પાર પહોંચી છે, સંગ્રહખોરી કે કાચા માલની અછત કારણ ભૂત ગણાવીને ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તહેવારો ટાણે સીંગતેલના ભાવમાં વધારો થતો હવે શું ખાવું અને શું નહીં તે મોટો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે. સીંગતેલ એક્સપોર્ટ માંગ અને અને મગફળી પીલાણ લાયક ન આવતા સીંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ સિંગતેલનો પહેવાનો ભાવ રૂપિયા 2090 હતો જે વધીને હવે રૂપિયા 2185 થયો હતો અને હવે લેટેસ્ટ ભાવ 2260 રૂપિયા થયો છે.