જી.જી.હોસ્પિટલના પાંચમા માળેથી દર્દીએ લગાવી છલાંગ
શા માટે અહી વાંચો

Mysamachar.in-જામનગર:
જામનગર જી.જી.હોસ્પીટલના નવા બિલ્ડીંગના પાંચમાં માળ પરથી ઝંપલાવી એક દર્દીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે, સેતાવડ નજીક નાગરચકલામાં વસવાટ કરતા અશોક મહેતા નામના આઘેડને બે ત્રણ દિવસ પૂર્વે લોહીની ઉલટીઓ થતી હોય જી.જી.હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગતસાંજના તેણે પાંચમાં માળ પરથી નીચે ઝંપલાવતા તેનું મોત નીપજયાનું જાહેર થયું છે.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી આરંભી છે.