પટેલ ટ્રાવેલ્સનો ડ્રાઈવર અને ક્લીનર પ્રવાસ પતાવી દારૂ અને બીયર પણ સાથે લેતા આવ્યા 

જામનગર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા  

પટેલ ટ્રાવેલ્સનો ડ્રાઈવર અને ક્લીનર પ્રવાસ પતાવી દારૂ અને બીયર પણ સાથે લેતા આવ્યા 

Mysamachar.in-જામનગર:

ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ગમે તેમ કરીને લોકોને દારુ બીયર ઘુસાડવા જ છે, તાજેતરમાં જ મુંબઈથી જામનગર એરપોર્ટ પર ઉતરેલા ત્રણ યુવકો પાસેથી મોંઘીદાટ દારૂની બોટલો મળી આવ્યા બાદ આજે જામનગર સીટી બી ડીવીઝન પોલીસે પટેલ ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર અને ક્લીનરને દારુ બીયરના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે, પ્રવાસમા ગયેલ બસના માલીક ફમ ડ્રાઈવર તથા કલીનરને વિદેશી દારુની બોટલ નંગ 17 તથા બીયર ટીન નંગ 6 તથા બસ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે,

બી ડીવીઝન પીએસઆઈ સી.એમ.કાટેલીયા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે ગુલાબનગર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને ચોકકસ બાતમી મળેલ કે પટેલ ટ્રાવેલ્સની બસ જેના નં GJ/03Y/0899 ના છે તે ટુરમા ગયેલ હતી અને પરત આવે છે અને તેનો ડ્રાઈવર, કલીનર ઈંગ્લીશ દારુનો જથ્થો પોતાની સાથે લઈને આવે છે જેથી હકીકત વાળી બસની વોચમા પોલીસકર્મીઓ હતા તે દરમ્યાન ગુલાબનગર ચેક પોસ્ટ પાસે બસ આવતા તેને ચેક કરતા..

બસ માલીક કમ ડ્રાઈવર અશોક હરખાભાઈ વાસઝારીયા  ધંધો ડ્રાઈવીંગ તથા બસ માલીક રહે પ્લોટ વિસ્તાર, મોટી બાણુગાર, અને કલીનર રજનીકાંત લક્ષમણદાસ નંદાસણા ધંધો કલીનર રહે. નવા પ્લોટ, મોટી બાણુગાર, તા.જી.જામનગર વાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 17 કિ.રૂ 8500 તથા બીયરના ટીન નંગ 6 કી  મળી કુલ 9400 તથા ટ્રાવેલ્સની બસ નં GJ/03/Y/0899કી 5 લાખની મળી કુલ 05,09,400 ના મુદામાલ સાથે પકડી પાડેલ છે અને જેના વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર કે.જે.ભોયે તથા સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ સી.એમ.કાટેલીયા અને સ્ટાફના હિતેશભાઇ ચાવડા, રવીરાજસિંહ જાડેજા,  ક્રિપાલસિંહ સોઢા, રાજેશભાઈ વેગડ, મુકેશસિંહ રાણા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપ બારડ, સંજય  પરમાર, યુવરાજસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.