જનરલ ડબ્બામાં મુસાફરી કરતાં લોકો માટે ખુશખબર

રેલવેની મોટી ગિફ્ટ

જનરલ ડબ્બામાં મુસાફરી કરતાં લોકો માટે ખુશખબર
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

રેલવેની મુસાફરી કરતાં લોકો માટે ખુશખબર આવી છે. ખાસ કરી એવા મુસાફરો જેઓ જનરલ ડબ્બામાં મુસાફરી કરે છે. રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે જનરલ ડબ્બામાં મુસાફરી કરતાં લોકોને કન્ફર્મ ટિકિટ આપવાનું નક્કી કર્યું છે, એટલે કે એવી વ્યવસ્થા ઉભી કરાશે જેનાથી સીટ નંબર અને તમારો ફોટા સાથે વોટ્સએપ મેસેજ કરવામાં આવશે. આ સુવિધાથી પ્લેટફોર્મ પર લાંબી લાઇનોમાંથી મુક્તિ મળી જશે. તો જનરલ ડબ્બામાં ભીડ ઓછી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. રેલવેના પૂર્વ-મધ્ય દાનાપુર મંડળે પાસ ફોર અનરિઝવર્ડ બોર્ડ (PURB) નામના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, જે સફળ થતા હવે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત જનરલ ડબ્બાઓમાં અનરિઝલ્ડ સીટ પર પણ કન્ફર્મ સીટ મળી શકશે.આ સુવિધાથી અપડાઉન કરતાં લોકોને વધુ ફાયદો થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.