દારૂ, જુગાર અને મારામારી સહીત 12 ગુન્હામાં સંડોવાયેલ શખ્સ સામે પાસાની કાર્યવાહી 

વાંચો વિસ્તૃત વિગત 

દારૂ, જુગાર અને મારામારી સહીત 12 ગુન્હામાં સંડોવાયેલ શખ્સ સામે પાસાની કાર્યવાહી 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જીલ્લામાં મારામારી,પ્રોહીબીશન,જુગાર ધારા હેઠળની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમા લેવા, તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચનાર ઇસમો ઉપર પાસા હેઠળ અટકાયત પગલા લેવા જામનગર જીલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ પારધી તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ આવા તત્વો પર તૂટી પાડવા અને તેનો ડેટા તૈયાર કરવા એલસીબીને સૂચનાઓ આપી છે જેને આધારે આવા ઈસમો સામે એક બાદ એક પાસા હેઠળ અટકાયતી પગલાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત જામનગરમાં દિગ્વિજય પ્લોટ-61, આશાપુરા મંદિરની બાજુમાં રહેતો પાર્થ ઉર્ફે જાંબલી જીતેન્દ્રભાઇ કટિયારા કે જેની સામે દારૂ, જુગાર અને મહામારીના 12 ગુના નોંધાયા છે. આ શખસ સામે એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફત જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટે પાસાની દરખાસ્ત મંજૂર કરી પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. આથી વોરંટની બજવણી કરી આરોપી પાર્થને સુરતની લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો છે.