Mysamachar.in-આણંદ
એલ.સી.બી. આણંદ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે, ટાટા ટ્રક નં RJ-19 GB-5823 મા પાછળના ભાગે પાટીશન મારેલ છે અને તે પાટીશન ઉપર કાચના ટુકડા ભરેલ છે તે પાટીશનની નીચેના ભાગે દારૂનો જથ્થો સંતાડેલ છે અને આ ટ્રેક ધર્મજ ચોકડીથી તારાપુર હાઇવે ઉપર થઇ બગોદરા તરફ જનાર હોઇ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે માણેજ ગામે દર્શન હોટલ સામે હાઇવે રોડ ઉપર ઓવરબ્રીજ નજીક વોચમાં હતા દરમ્યાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક આવતા તેને રોકી ટ્રક ડ્રાઇવર રામસ્વરુપ ધોકલરામ બિશ્નોઇ રહે. મુળ ગામ કાંકરા તા. નોખા જી. બિકાનેર હાલ નોખાં કરણીમાતા મંદીર નજીક તા.નોખા જી. બિકાનેર રાજસ્થાનને સાથે રાખી ટૂંકમાં બાઘેલ તાડપત્રી હટાવી ચેક કરતા અંદર પાર્ટીશન મારેલ તેની ઉપર કાચના ટુકડા ભરેલ હતા તેની પાછળના ભાગે ગોઠવેલ સિમેન્ટના બ્લોક ખસેડી જોતા પાર્ટીશનની નીચેના ભાગે ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલ અલગ અલગ બાંડની પેટીઓ નંગ-427, કુલ નંગ -5124 તથા બિયર પેટી નંગ-41, ટીન નંગ-984 મળી કુલ 14,07,000 પ્રોહી મુદ્દામાલ તથા ટ્રક તેમજ અન્ય સામાન વિગેરે મળી કુલ 29,10,550 ના મુદામાલ કબ્બે કરી પકડેલ ડ્રાઇવર વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ પેટલાદ રૂરલ પો.સ્ટેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.