પરસોતમ સાબરીયાએ પણ કરી લીધા કેશરીયા..

જેલમાં હતા સાબરીયા

પરસોતમ સાબરીયાએ પણ કરી લીધા કેશરીયા..

Mysamachar.in:ગાંધીનગર 

રાજ્યમાં ચાલી રહેલ તોડજોડની રાજનીતિ વચ્ચે હળવદ બેઠકના કોંગી ધારાસભ્ય પરસોતમ સાબરીયા નાની સિંચાઇ યોજનાના કૌભાંડમાં સંડોવાયા બાદ તેવો જેલની હવા પણ ખાઈ ચુક્યા છે,અને થોડા દિવસો પૂર્વે તેવો જેલમાં થી વચગાળાના જમીન પર મુક્ત થયેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયા પણ હાલમાં ચાલી રહેલા રાજકીય પ્રવાહમાં કે પછી દબાણમાં આવી જઈને કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ આજે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોચ્યા હતા,અને જ્યાં તેવો એ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી અને રાજીખુશીથી ભાજપમાં જોડાયાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.