પેરોલ ફર્લો સ્કવોડે ક્રિકેટના સટા પર સપાટો બોલાવ્યો

કેટલાયના નામ ખુલ્યા તો 3 ઝડપાઈ ગયા

પેરોલ ફર્લો સ્કવોડે ક્રિકેટના સટા પર સપાટો બોલાવ્યો
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર  શહેર નાગરચકલામાં સરાના કુવા પાસે ક્રિકેટના સટાના નેટવર્ક પર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સપાટો બોલાવ્યો છે, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ  એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારી નાસ્તા ફરતા ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીગમાં હતા. દરમ્યાન નિર્મલસિંહ જાડેજા, કાસમભાઈ બલોચ, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને હકીકત મળેલ કે જામનગર નાગરચકલા સરાના કુવા વળી શેરીમાં રહેતો રહેતો તુષાર ઉર્ફે રાજુ હરિહર પંડયા પોતાના રહેણાંક મકાને આઈપીએલ 20-20 ક્રિકેટ ટુનાર્મેન્ટની મેચો ટીવી ઉપર નિહાળી મોબાઈલ ફોનથી રન ફેર.બેટિંગ, વિકેટ,સેસન તથા મેચના હારજીતના પરિણામ અંગે ક્રિકેટનો કંટ્રોલ રૂમ ચાલવે છે. અને આ ક્રિકેટનો સટ્ટો રમવાનું ચાલુ છે.

જે હકીકતના આધારે રેઇડ કરતા ત્રણ શખ્સો તુષાર ઉર્ફે હરિહર પંડ્યા, અનીલ અર્જુનભાઈ દુલાણી, સુરેશ ઉર્ફે એસ. એસ. રીજુ મલ કુકડીયાને રોકડા રૂ .36000 તથા ક્રીકેટનું સાહીત્ય ટીવી / સેટટોપ બોક્ષ તથા મોબાઇલ કુલ રૂ .61000 /- ના મુદામાલ સાથે પકડી પાડી પીએસઆઈ એ.એસ.ગરયરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરી જામનગર સીટી એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે.