જામનગર:જે ગોડાઉનમાં મગફળી સળગી હતી તેની સામે પરેશ ધાનાણી કરશે ધરણા

જામનગરમાં પણ સળગી હતી મગફળી

જામનગર:જે ગોડાઉનમાં મગફળી સળગી હતી તેની સામે પરેશ ધાનાણી કરશે ધરણા

mysamachar.in-જામનગર:

રાજ્યમાં મગફળી ના ગોડાઉનમા લાગી રહેલ આગ અને થઇ રહેલ કૌભાંડો એ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે અને સરકાર આ મામલે પગલા લેવા મજબુર બની છે,ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી  જેતપુરના પેઢલા ગામે થયેલ મગફળી કૌભાંડમાં યોગ્ય તપાસ થાય તેના માટે ધરણા પર બેઠા હતા,હવે ધાનાણી જામનગરમાં પણ આગામી તારીખ ૧૨ ઓગસ્ટ ના રોજ એક દિવસ ધરણા કરવાના હોવાનો કાર્યક્રમ સતાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે,

જામનગર ના હાપા નજીક આવેલ સેન્ટ્રલ વેર હાઉસીંગ ના ગોડાઉનમાં ગત ૧૯ એપ્રિલ ૨૦૧૮ ના રોજ ભીષણ આગ લાગી હતી અને મગફળી સળગી ઉઠતા લાખો રૂપિયાનું નુકશાન થયું હતું,અને જામજોધપુર મા પણ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કથિત કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યા બાદ જામનગર જિલ્લામાં પણ ક્યાંક ને કયાંક મગફળી ના કૌભાંડના તાર જોડાયેલ હોય વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી જે ગોડાઉનમાં મગફળી સળગી ઉઠી હતી તે ગોડાઉન પાસે આગામી તારીખ ૧૨ ઓગસ્ટ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ધરણા યોજી પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે તેમ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ એ જણાવ્યું હતું.