પાણીપુરીની શોખીન બહેનો, જામનગરમાં 103 સ્થળોએ પાણીપુરીનું પાણી ચેકિંગ થયું તો 47 લીટર પાણી ખરાબ નીકળ્યું 

મનપાના ફૂડ સેફટી ઓફિસરોની ટીમની કાર્યવાહી 

પાણીપુરીની શોખીન બહેનો, જામનગરમાં 103 સ્થળોએ પાણીપુરીનું પાણી ચેકિંગ થયું તો 47 લીટર પાણી ખરાબ નીકળ્યું 
file image

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા શહેરમાં વિવિધ ખાદ્યપદાર્થોના એક્મો અને લારીગલ્લાઓની ચેકિંગ કરી અને જરૂરી કાર્યવાહી અને સૂચનાઓ આપવમાં આવી છે. છેલ્લા એક સપ્તાહમાં થયેલ કાર્યવાહીમાં પાણીપૂરી ખાવાની શોખીન બહેનો માટે ચેતવા જેવી બાબત એટલે છે કે પાણીપૂરી બનાવતા વેચતા સ્થળો પરથી તપાસણી કરતા કુલ 103 પાણીપુરીવાળા પાસેથી ઇન્સ્પેકશન કરી 47 લીટર પાણીમાં ખરાબી જણાઈ આવતા તેનો સ્થળ પર નાશ કરાવવામાં આવ્યો છે, તો ફૂડ લાયસન્સ ના હોય તેવા ત્રણ ડાઈનીંગ હોલ જેમાં શ્રીજી ડાયનીંગ હોલ, ન્યુ રંગોળી ડાયનીંગ હોલ અને મહાદેવ થાળીને ફૂડ લાયસન્સ મેળવી લેવા તાકીદ કરાઈ છે, ઉપરાંત ડેરીઓમાં સ્વચ્છતા જાળવવા, માસ્ક પહેરવા,વાસી ખોરાક ના રાખવા સહિતની જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી છે, આ કાર્યવાહી ફૂડ સેફટી ઓફિસરો પી.એસ.ઓડેદરા, જસોલીયાભાઈ, પરમારભાઈ સહિતની ટીમો દ્વારા કરવામાં આવી હતી.