Mysamachar.in-જામનગર:
સમયની સાથે જુગારમાં પણ ટેકનોલોજી આવી છે, હાલનો સમય વોટ્સઅપનો યુગ છે, ત્યારે જુગારમાં પણ આ એપનો ઉપયોગ કરવામાં આવી રહયાનું સામે આવ્યું છે, જામનગર પંચકોશી “બી” ડીવી. પો.સ્ટે ના પીએસઆઈ જે.ડી.પરમારની સુચનાથી સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમા દારુ જુગારની પ્રવૃતિ સદંતર નાબુત થાય તે અંગે પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન પંચકોશી “બી” પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા ને મળેલ હકીકત આધારે યુનો પેટ્રોલપંપની સામે ખીમલીયા પાટીયા પાસે જાહેરમા વર્લી મટકાના આંકડા લખતો આરોપી મીલન ચંદુભાઇ દેગામા જાતે કોળી ધંધો મજુરી રહે. લોહાનનગર ગોંડલ રોડ રાજકોટ વાળાને એક મોબાઇલ ફોન 5000 તથા રોકડા રૂપીયા 12,720 તથા એક્ટીવા મો.સા. રજી.નં. GJ-03-KS-1580 20.000 એમ કુલ 37,720 ના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડવા પર બાકી આરોપીઓ:
-બાબુભાઇ રહે-રાજકોટ
-સુનીલ રહે, રાજકોટ
-નીલેશ રામજીભાઇ રહે-રાજકોટ
-મો.નં.8780981016 રહે.જોડીયા
-હિતેષ રહે. રાજકોટ
-આમીનભાઇ રહે. રાજકોટ
-ભઇલો બેચરભાઇ ઝીંજુવાડીયા રહે. ગોકુલનગર
-મુન્નાભાઇ રહે.રાજકોટ
-હીતીન પટેલ રહે. રાજકોટ
-ગીરીશભાઇ રહે. રાજકોટ
-હુશેનભાઇ રહે. બેડી જામનગર
-વિમલ પટેલ રહે. જામનગર
-આદીલ રહે. રાજકોટ
-મયંક રહે. રાજકોટ