વેક્સીન માટેની વેદના, પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન, સેન્ટર પર જઈને અલગથી ટોકન અને પછી પણ વારો તો આવે તો જ આવે..?

સિસ્ટમમાં સુધારાની જરૂર

વેક્સીન માટેની વેદના, પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન, સેન્ટર પર જઈને અલગથી ટોકન અને પછી પણ વારો તો આવે તો જ આવે..?
symbolic image

Mysamachar.in-જામનગર

રાજ્યના કેટલાક સેન્ટરોની સાથે જામનગરના જુજ સેન્ટરો પર વેકિસન માટે યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને ખુબ સારી બાબત છે કે યુવાઓમાં આ ઉત્સાહ જોવા મળે છે, અને અમે પણ યુવાઓને અને વડીલોને વિનંતી કરીએ છીએ કે તમે આ ઉત્સાહ જાળવી રાખજો.. અને વેક્સીન જરૂર લેજો...પણ આજે અમારી પાસે કેટલાક એવા લોકોની વેદના આવી છે જે ચોકાવનારી છે, જેમાં વેક્સીન લેવા માટે ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યા બાદ સમય અને સ્થળ લોકોને આપવામાં આવે છે, તેમાં થોડું આઘું પાછું થાય તે વાત સમજાય પણ ત્યાં ગયા બાદ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા મુક પડતી અને જે તે સેન્ટર પર ટોકન આપવામાં આવે છે અને ટોકન આપ્યા બાદ પણ વેક્સીન હશે તો જ આપવામાં આવશે તેવી વાત કરવામાં આવે છે,

આ બાબત કેટલી વાજબી જયારે કોઈ નાગરિક પોતાની કલાકો બગાડી વેક્સીન સેન્ટર પર જાય...ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે અને અંતે એમ કહેવામાં આવે કે આજે તમને વેક્સીન વધશે તો જ મળશે..મનપાના આરોગ્ય તંત્રએ આ મામલે ગંભીર થઈ અને સ્ટોક હોય તે રીતે જ કાર્યવાહી થાય અને લોકોને હેરાનગતિના ભોગવવી પડે તે જોવાની જરૂર હોય તેમ લાગે છે.