હથિયારના હબ પર પડાણા પોલીસે સાધ્યુ નિશાન...હાલારમા ઘુસાડવામાં આવતા હથીયારના રેકેટનો પર્દાફાશ

પડાણા પોલીસે 6 દિમા 10 હથીયારને 4 આરોપી ઝડપ્યા, સનસનીખેજ કબુલાતો

હથિયારના હબ પર પડાણા પોલીસે સાધ્યુ નિશાન...હાલારમા ઘુસાડવામાં આવતા હથીયારના રેકેટનો પર્દાફાશ
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાંથી છુટક-છુટક ગેરકાયદેસર હથિયાર તો ઝડપાય છે. તે દરમ્યાન આવા  હથીયારના હબ ઉપર પોલીસે જાણે સફળ નિશાન સાધ્યુ હોય તેમ પડાણા પોલીસે છ દિવસમાં 10 હથિયારો જપ્ત કરી મુખ્ય ભેજાબાજ સહિત ચારને ઝડપી પ્રાથમિક રીતે  જોઇએ તો એમ.પી.થી હાલાર સુધીના  સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે..અને સનસનીખેજ કબુલાત મેળવી છે, જામનગર જિલ્લાના નવનિયુક્ત એસ.પી. શ્વેતા શ્રીમાળીની ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃતિઓ ડામવાની દુરંદેશીતા અને વિઝન ગજબનુ છે સાથે-સાથે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઇનુ માર્ગદર્શન અને સારૂ કામ કરવા મળતા પ્રોત્સાહનના કારણે પડાણા પોલીસ સ્ટેશનને છેલ્લા છ સાત દિવસોમાં નોંધપાત્ર સફળતા મળ્યાનુ પી.એસ.આઇ. ડી.એસ.વાઢેરએ mysamachar.in  ને સમગ્ર જહેમત ભરી કવાયત અંગે વિસ્તૃત વિગતો આપતી વખતે ખાસ વાતચીતમાં જણાવ્યુ હતુ,

અગાઉ પણ શંકા સેવાતી હતી કે અમુક પ્રકારના ટ્રાન્સપોર્ટેશન દ્વારા પરપ્રાંતિય ગુન્હેગાર શખ્સો હાલારમા ગેરકાયદેસર હથિયાર જેવા કે પિસ્ટલ, રિવોલ્વર, મઝલ લોડ ગન, તમંચા, હાથ બનાવટના, ગોળી ફોડવાના હાથવગા જેવા વેપન અને આર્મ્સ ઘુસાડતા રહે છે, ત્યારે હાલ પણ આવી જ ઓપરેન્ડી દ્વારા જ્યા ત્યા ગેરકાયદેસર હથીયારો ઘુસાડી તેના દ્વારા ગુના આચરવાની પેરવીઓ અમુક શખ્સો કરી રહ્યાની ઠોસ બાતમી પડાણા પોલીસમથકના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેરને મળતા તેમણે સમગ્ર બાતમીઓની વિગતો તેમજ શંકાસ્પદ સ્થળ વગેરેના અંદાજ એસ.પી.શ્વેતા શ્રીમાળી અને ડીવાયએસપી કૃણાલ દેસાઇના ધ્યાન પર મુક્યા જેના પરથી એસપીએ રેડ સહિતની સતા આપવા સાથે ડીટેક્શનની તેમની કુશળતાના આધારે કાર્યવાહીના રોડમેપની હીન્ટ આપી તેમજ ડીવાયએસપીએ ઉત્સાહ વધારી માર્ગદર્શન પુરૂ પાડ્યુ,

આ બંને ઉચ્ચ અધિકારીઓના સઘન  માર્ગદર્શન અને સપોર્ટથી મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં થાણા અમલદાર તરીકે સફળ ફોજદાર વાઢેરે આગવી ઢબે સર્ચ એન્ડ ઇન્વેસ્ટીગેશનની લેટેસ્ટ ટેકનોલોજી અજમાવી પગેરૂ દબાવ્યુ જેમા સફળતા મળી આ કાર્યવાહીમા સ્ટાફના એએસઆઈ માંડણ વસરા, ધાના મોરી, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, સલીમ મલેક, ખીમાભાઈ જોગલ, વીરેન્દ્રસિંહ જાડેજા, જેન્તીભાઈ ચોહાણ સહિતનાઓએ પણ પીએસ આઇ વાઢેર સાથે રાત દિવસ એક કર્યા હતા જે સફળ રહેતા તમામના ચહેરાઓ ઉપર કંઇક ઠોસ કર્યાના આત્મસંતોષ છલકાતો જોવા મળતો હોવાનુ જાણવા મળ્યુ છે કેમ કે ગુનાખોરી ડામવા ગેરકાયદેસર પ્રવૃતિ પકડવા કેટલી જહેમત ઉઠાવવી પડતી હોય છે, તે સફળ થયેલા પોલીસ ટીમકે અધીકારીનો જ અનુભવ જાણવો પડે છે,


કેમકે હાલના સમયમાં ગુનેગારો ક્યારેક પોલીસથી એક સ્ટેપ આગળ રહી ઘણી વખત છટકી જતા હોય છે માટે પોલીસે  કાર્યવાહી વ્યુહાત્મક કાર્યવાહી કરવી પડે છે જે પડાણા પોલીસે સફળ રીતે કરી બતાવી છે અને હજુય આગળની તપાસ ચાલુ જ છે દરમ્યાન એક તરફ  એમ.પી. થી હાલાર સુધીના આ ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થયો છે, સાથે-સાથે સ્થાનિક અને આંતર જિલ્લા રેકેટ નો પણ પર્દાફાશ પોલીસે કરી આગળની પણ હજુ ઠોસ  કાર્યવાહી હાથ ધરી છે તેમા પણ અમુક ગેરકાયદેસર કડીઓને તાણાવાણા ખુલશે તેવુ લાગે છે,

દરમ્યાન અત્યાર સુધી થયેલી સઘન કામગીરીમાં પન્ના નદીના કાઠે નવા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ ઉર્ફે પોપટ લખમણભાઇ મોઢવાડીયાને પોતાની વાડીના ઢક થી બહાર જાહેરમાથી એક હાથ બનાવટની લોખંડની રીવોલ્વર (અગ્નીશસ્ત્ર) તથા જીવતા કાર્ટીસ નંગ-1  મળી કુલ રૂપીયા 10,100 ના મુદામાલ સાથે ઝડપી લેવાયો છે, તેમજ વિરમભાઇ મેરામણભાઇ મોઢવાડીયા રહે. નવાગામની ઉગમણી સીમ તા.લાલપુર જી.જામનગર વાળાને કોવિડ- 9નો ટેસ્ટ નેગેટીવ આવતા ધોરણસર અટક કરી ઊંડાણપૂર્વક પુછપરછ કરતા પોતાની વાડીએ ભુસા ઢગલામાં દાટેલ હાથ બનાવટની લોખંડની પિસ્ટલ (અગ્નીશસ્ત્ર) નંગ 1 તથા જીવતા કાર્ટીસ નંગ-1 મળી કુલ રૂપીયા 20,100/- નો મુદામાલ આરોપી પાસેથી મેળવી મજકુર આરોપી ને રિમાન્ડ રીપોર્ટ સાથે  કોર્ટમાં રજુ કરતા  આરોપીના દિન-2 ના રિમાન્ડ મળેલ હોય  આગળની તપાસ ચાલે છે,


આમ પડાણા પોલીસે છ દિમા 10  હથીયાર ને ચાર આરોપી ઝડપ્યા છે, અને આરોપીઓએ મેપા કાના ઓડેદરા જે પોરબંદરનો છે અને શેરૂ સીંઘ જે મધ્યપ્રદેશનો છે તેની પાસેથી આ ગેરકાયદેસર હથીયાર ખરીદ્યાની કબુલાત આપી છે, જેમાં રિવોલ્વર રૂપિયા 10,૦૦૦ મા અને પિસ્ટલ 25૦૦૦ મા વેચાતી લેવાઇ છે, તેમજ સમગ્ર રેકેટમાં મેઇન આરોપી મેરામણ મોઢવાડીયા છે તેને બધા હથિયાર ખરીદેલા હતા આમ પોલીસની ઠોસ કાર્યવાહીમાં 5 હથીયાર વિરમ પાસેથી, 3 સુરેશ ગરણીયા પાસેથી, મળ્યા જે વિરમ પાસેથી તેણે ખરીદેલા હતા, ઉપરાંત 1 હથિયાર રાજુ મોઢવાડીયા પાસેથી મળેલ છે તેણે પણ વિરમ  પાસેથી ખરીદેલ અને નિલેશ લખમણ મોઢવાડીયા પાસેથી 1 હથીયાર મળેલ તે પણ વિરમ પાસેથી ખરીદેલ હતુ આ તમામ સામે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે.

જેની પીએસઆઇ વાઢેર અને ટીમ એ તપાસ કરી રહી છે કે આ હથિયારો આવ્યા ક્યાંથી?? એમ.પી.નો શખ્સ સંડોવાયેલો હોઇ ત્યાથી આવ્યા કે તે ઉપરાંત બીજા રાજ્યોમાંથી આવ્યા?? તો આ રેકેટ આંતર જિલ્લા કે આંતર રાજ્ય છે કે કેમ?? અગાઉ પણ આ આરોપીઓએ હથિયારો ની હેરફેર કરી છે કે કેમ?? આ હથીયારોથી માનવ સંબંધી કે મિલકત સંબંધી ગુનાઓ આચરવાના હતા કે કેમ?? વધુ સાગરીતો સંડોવાયેલા છે કે કેમ?? બીજે ક્યાય હથિયાર સંતાડ્યા છે કે કેમ?? વગેરે બાબતોની તપાસ ચાલી રહી છે,

જોકે મેઘપર પડાણા પોલીસની આ કામગીરી ઠોસ અને પ્રશંસનીય ગણાય છે તેમજ આ ટીમને હજુય વધુ સફળતા મળશે તેવુ લાગે છે અને મુખ્ય સુત્રધારનુ.પણ પગેરૂ દબાવાય તેવુ પણ બની શકે છે ત્યારે હાલ તો સમગ્ર રેકેટનો સીફતથી પર્દાફાશ કરાયો છે, અને હજુય વધુ સફળતા મળે તેવુ અનુમાન કરાય છે  કેમકે જિલ્લાનો નોંધપાત્ર ગણાય તેવો કેસ આ બની રહ્યો છે.