યુવકના ફોટા પર સર્વિસ ફોર વડોદરા લખીને કર્યું વાયરલ

સામસામી ફરિયાદ પણ નોંધાઈ

યુવકના ફોટા પર સર્વિસ ફોર વડોદરા લખીને કર્યું વાયરલ
symbolic image

Mysamachar.in-વડોદરા

આજના સોશ્યલ મીડિયાના સમયમાં યુવતીઓને ફોટા કે નંબરને આધારે તેને કોલગર્લ તરીકે ચિતરવાની કેટલીક ફરિયાદો અત્યારસુધીમાં સામે આવી ચુકી છે, પણ વડોદરામાં ઉલટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાવલીના યુવાને તેના મોબાઇલ ફોનમાં સોશિયલ મિડીયામાં સેવ કરેલા નંબરમાં કોલ કર્યા બાદ સામેથી એક શખ્સે છોકરીઓનું લીસ્ટ અને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું અને ત્યારબાદ આ શખ્સે યુવકનો ફોટાનો ઉપયોગ કરી સર્વિસ ફોર વડોદરા લખી નાખ્યું હતું. જેથી યુવકે તેના મિત્રોને લઇને સયાજીગંજ પ્લેટફોર્મ નંબર 6 પાસેની હોટેલ રિલેક્ષ ઇનમાં આવીને પૂછપરછ કરતાં હોટેલના 3 કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને યુવક તથા તેના મિત્રની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો.

પોલીસે સામ સામે ગુના નોંધી 5 જણાને ઝડપી લીધા હતા. સાવલીના મોહીબ નામના યુવકે હોટલ રિલેક્ષ ઇનના કર્મચારીઓ કિરણ રમણ રાઠોડ અને હરીશ ધના નિનામા તથા અન્ય અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના મોબાઇલમાં અલકાપુરી બીઆરડીના નામથી નંબર સેવ કર્યો હતો. જેથી તેણે આ નંબર પર ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. તેણે સોશિયલ મિડીયાના માધ્યમથી કોલ કરતા આ શખ્સે ફોન કર્યો હતો. જેમાં બંને વચ્ચે છોકરીઓ અંગે વાતો થઇ હતી.

ત્યારબાદ આ શખ્સે તેને છોકરીઓના ફોટા અને ભાવનું લીસ્ટ મોકલ્યું હતું અને યુવકને જણાવ્યું હતું કે, તુજે આના હો તો આ નહીતર ટાઇમ પાસ મત કર. ત્યારબાદ પણ તેણે યુવકને તુજે આના હૈ તો આ નહીતર તેરી ફોટો યે નંબર પર ડાલ કર વાઇરલ કર દુંગા. ત્યારબાદ આ શખ્સે યુવકનો ફોટો મૂકીને સર્વીસ ફોર વડોદરા લખી નાખ્યું હતું. જેથી તે તેના મિત્રોને લઇને હોટલ રિલેક્ષ ઇનમાં આવ્યો હતો અને રિસ્પેશન પર રહેલા કર્મચારીને આ નંબર કોનો છે, તેમ પૂછતાં ઝઘડો થયો હતો. યુવકે ફરિયાદમાં જણાવ્યા મુજબ આ શખ્સે તેને છોકરીઓના ફોટા અને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું, જેથી કોઇ મોટું કૌંભાડ ચાલી રહ્યું હોવાની શંકા વ્યકત કરાઇ રહી છે. બંને પક્ષે મારામારી થતાં આ મામલો ઉજાગર થયો હતો. જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરુ કરી હતી.