Mysamachar.in-જામનગર:
જામનગર સ્થાનિક ગુન્હાશોધક શાખાની કામગીરી કેટલાય ગુન્હાઓમાં વખાણવાલાયક અને ના માત્ર જામનગરમાં પણ સમગ્ર રાજ્યમાં આ કામગીરીના કેટલીય વખત વખાણ થયા છે, કોઈ ગંભીર ગુન્હો બને ત્યારે સ્થાનિક પોલીસની સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કર્મચારીઓ પણ બનેલ ગુન્હાનો ભેદ ઝડપભેર ઉકેલાય જાય તેના માટે પ્રયત્નશીલ રહે છે અને રાત દિવસ એક કરી નાખે છે.અને પરિણામે ગુન્હેગારો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય છે,વર્ષભર આવી જ ઉત્કૃષ્ટ કામગીરીઓ કરનાર જામનગર એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ અને તેમની ટીમને જામનગર જિલ્લાના કાલાવડ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા જેમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ, કાલાવડ ધારાસભ્ય પ્રવિણ મુસડીયા, જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી જીલ્લા પોલીસ વડા પ્રેમસુખડેલુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં જામનગર એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલને જામનગર પંચકોષી એ ડીવી પોલીસ મથકમાં આવેલ ફલ્લા ગામે વાડીએ પશુ તથા પાકનુ રખોલું કરવા માટે ગયેલ વૃદ્ધને રાત્રીના વાડીમા કોઇ અજાણ્યા ઇસમો લૂંટનો ગૂનો વણશોધાયેલ ધાડ/લુંટ ગુનો નોંધાયેલ હતો આ ગુનો ટેકનીકલ સર્વેલન્સ મારફતે ઝીટવટભરી રીતે વર્ક આઉટ કરી સૂઝબુઝ અને અથાગ પ્રયાસ કરી ગણતરીના કલાકોમા આરોપીને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરવા બદલ કે.કે.ગોહિલને પ્રશંસાપત્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હિરેન બાબુલાલ વરણવા જેવોએ ગેરકાયદેસર ની પ્રવૃત્તિ સાથે સંકડાયેલ ઇસમો જે અસામાજીક તત્ત્વો જેમાં ‘‘ભયજનક વ્યક્તિ’’ તથા ‘‘બુટલેગર’” સામે પાસા ધારા હેઠળ કુલ-27 પ્રપોઝલ તૈયાર કરી અને પાસા ધારા હેઠળ-14 ઇસમોને અટકાયત કરવાની કામગીરીના કેસ પેપર્સ તૈયાર કરવાની કામગીરી કરવામા આવેલ, જે કામગીરીની સગર્વ નોંધ લઈ પ્રશંસાપત્રથી સન્માનીત કરવામાં આવ્યા
એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપ નાગરભાઈ તલાવડિયાએ જામનગર સીટી એ ડીવી પોલીસ મથક વિસ્તારના તાજેતરમાં જ ખુબ ચર્ચિત બનેલ એસટી ડેપો નજીક ફરીયાદી વિજયલક્ષ્મીબેન જનારધન પીલે રહે. જામનગર નાઓના રહેણાંક મકાનમાંથી કોઇ અજાણ્યા ઇસમે લૂંટ અંજામ આપેલ જે લૂંટ વણશોધાયેલ ગૂનો નોંધાયેલ હતો,આ ગુનો સર્વેલન્સ સોર્સ મારફતે ઝીણટવટભરી રીતે વર્ક આઉટ કરી સૂઝબુઝ અને અથાગ પ્રયાસ કરી ગણતરીના કલાકોમા આરોપીને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ, જે કામગીરીની નોંધ લઈ પ્રશંસાપત્રથી સન્માનીત કરાયા છે,
એલસીબીના અન્ય એક પોલીસ હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ સજુભા જાડેજાને જામનગર પંચકોષી એ ડીવી પોલીસ મથકમાં આવેલ ફલ્લા ગામે વાડીએ પશુ તથા પાકનુ રખોલું કરવા માટે ગયેલ વૃદ્ધને રાત્રીના વાડીમા કોઇ અજાણ્યા ઇસમો લૂંટનો ગૂનો વણશોધાયેલ ધાડ/લુંટ ગુનો નોંધાયેલ હતો આ ગુનો ટેકનીકલ સર્વેલન્સ મારફતે ઝીટવટભરી રીતે વર્ક આઉટ કરી સૂઝબુઝ અને અથાગ પ્રયાસ કરી ગણતરીના કલાકોમા આરોપીને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરવા બદલ કે.કે.ગોહિલને પ્રશંસાપત્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા.