કાલાવડમાં પોલીસે માસ્ક મામલે વેપારી પિતાપુત્રને ઢોરમાર મારતા મામલો ગરમાયો

SP, DYSP, કાલાવડ ખાતે દોડી ગયા...

કાલાવડમાં પોલીસે માસ્ક મામલે વેપારી પિતાપુત્રને ઢોરમાર મારતા મામલો ગરમાયો

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાના કાલાવડ ટાઉનમાં કાપડના વેપારી નિશાંતભાઈ ઉદેશી આજે સાંજના સમયે પોતાની દુકાન પર બેઠા હતા, દરમિયાન ત્યાંથી કાલાવડ ટાઉન પોલીસમથકના પોલીસકર્મીઓ પસાર થતા તેવોએ વેપારી યુવક નિશાંતને પોલીસમથકે લઇ ગયા હતા, જ્યાં નિશાંતે તમે પણ માસ્કના નિયમનું પાલન કરો તેવી વાત કરતા હાજર પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ચુક્યા હતા, અને નિશાંત ઉદેશીને લાકડી પટા વડે ઢોરમાર માર્યો હતો, જે બાદ તેના પિતા પણ પોલીસમથક ખાતે દોડી આવતા પોલીસે વેપારી પિતા પુત્રને માર મારતા આ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો કાલાવડમાં પડ્યા હતા, પોલીસની દાદાગીરીનો ભોગ બનનાર બન્ને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, જો કે મામલો વધુ ગરમાઈ તે પૂર્વે ગ્રામ્ય એસપી ડીવાયએસપી સહિતનો કાફલો પણ કાલાવડ ખાતે દોડી ગયો હતો.

કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક આંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ,જયારે પોલીસના ગેરવર્તન અંગે વેપારીએ પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો હતો..વેપારીના પિતા તેને છોડાવવા માટે ગયા ત્યારે પોલીસે ઘનશ્યામભાઇ ઉદેશીને પણ માર માર્યો,ઇજા એટલી ગંભીર હતી તે પ્રાથમિક સારવાર કાલાવડ ખાતે લઇને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા..પોલીસે બંન્ને પિતા પુત્ર સામે ગુનો નોંધ્યો છે. તો વેપારી દ્વારા પણ જવાબદાર પોલીસકર્મીઓ સામે પગલા લેવાઈ તેવી માંગ કરવામાં આવી છે. ઘટનાને પગલે જામનગર એસપી શરદ સિંઘલ પણ કાલાવડ ખાતે પહોચ્યા છે.