ધર્મસ્થાનને બદનામ કરતી પ્રવૃતિઓ સામે સૌરાષ્ટ્રભરમાં આક્રોશ

હાલારના દ્વારકામાં પણ એક કિસ્સો થોડાસમય પૂર્વે ચર્ચાસ્પદ બન્યો હતો

ધર્મસ્થાનને બદનામ કરતી પ્રવૃતિઓ સામે સૌરાષ્ટ્રભરમાં આક્રોશ
symbolic image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા

તાજેતરમા ધર્મસ્થાન વીરપુરમાંથી ઝડપાયેલા કુટણખાના બાદ સમગ્ર સૌરાષ્ટ્રના ધાર્મિક લોકોની લાગણી પણ દુભાઇ છે અને આક્રોશ પણ છે કેમકે પોતાના વિસ્તારથી દૂરના જાણીતા સ્થળે જઇ વહેતી જળધારામા ડુબકી લગાવનારા અને ઉપરથી ધર્મસ્થાન જઇએ છે તેમ કહેનારાઓ દંભી છે તેમ જાણકારો માને છે, અને આવા સ્થાનોમા હાલાર પંથકમાંથી કોઇ ડુબકી નહિ લગાવી આવ્યા હોય તેવુ પણ કહી ન શકાય કેમકે આ પંથકમાથી પણ વારંવાર આવા પર્દાફાશ થાય છે અને ધર્મ સ્થાનોના ગામોમા આસ્થા સાથે જનારા વધુ હોય છે તો કોક માત્ર મોજ મજા માટે જ જતા નહિ હોય તે ખાત્રીથી ન કહી શકાય તાજેતરમાં વીરપુરની સાગર હોટલમાંથી પોલીસે કુટણખાનું ઝડપી લીધુ હતુ આ બનાવમાં હોટલ મેનેજર, એજન્ટ અને રૂપલલનાની ધરપકડ કરાયેલ હતી.

આ હોટલમાંથી દારૂ-બીયર પણ મળી આવતા ગ્રાહકોને દારૂ બીયરની સગવડ પણ આપવામાં આવતી હોવાનું ખુલ્યુ હતુ, જયાંથી રૂમમાંથી એક રૂપલલના, હોટલ મેનેજર પ્રતિકકુમાર પટેલ દલાલ અજય માધવભાઇ ભટ્ટી (રહે. જેતપુર) પકડી પાડી કાર્યવાહી કરાઇ હતી. જયારે હોટલમાંથી દારૂ ત્થા વિદેશી બ્રાન્ડના બીયરના ટીન પણ મળી આવ્યા હતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી વિરપુરમાં મોટાપાયે દેહ વ્યાપાર ચાલતો હોય જેની બાતમીના આધારે પોલીસે વિરપુરની સાગર હોટલમાં રેઇડ કરેલ હતી, આ હોટેલમાં રાજકોટ, ગોંડલ અને જેતપુરના નબીરાઓ આવતા હોવાનું ખુલ્યું હતુ જો કે દરેક ગામોના નામ જ્યાથી ડુબકી લગાવનાર આવતા હોય તે મળી શક્યા નથી પરંતુ જામનગર દ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરના અમુક-અમુક શહેરોના કોઇ છેલબટાવ આ તરફ જતા આવતાની ચર્ચાઓ ચાલે છે.

એ તો ઠીક જામનગર શહેર અને જિલ્લા તેમજ દ્વારકા શહેર જિલ્લાના અમુક પંકાયેલા  ગેસ્ટ હાઉસો કે અમુક ઘરોમાંથી આવી પ્રવૃતિ પકડાયા બાદ ઘણી વખત બહાર પણ ન પડી હોય ઘણી વખત બધુ જ કામ સમુસુતરૂ પાર પડ્યુ હોય અને ખાધુ પીધુ ને રાજ કર્યુ હોય તેમ પણ બન્યુ હોય ઘણી વખત પકડાયા બાદ પણ બધુ ઢંકાયાનુ બન્યુ પણ હોય ઘણી વખત લાંબો સમય બાદ તંત્રના ચોપડે આવુ કંઇક આવે તેવુ પણ બને છે ત્યારે ઓખાથી માંડી ઘોઘા સુધી એટલે કે આ છેડાથી સામા છેડા સુધીના  સૌરાષ્ટ્રના ધર્મસ્થાનોમા ચાલતી આવી પ્રવૃતિથી ભદ્ર સમાજમા આક્રોશ છે.

ક્યાક વાહનોમા ક્યાક ખેતરોમા ક્યાક કોતરોમા ક્યાક સીમમા ક્યાક ઘર મકાન મહોલ્લામા ક્યાક કોઇ ઓફીસોમા ક્યાક હોટલ રેસ્ટોરન્ટ ગેસ્ટહાઉસમા શરાબ શબાબના છાન ગપતીયા જો ચાલતા હોય અને તે અનૈતિક સંબંધ હોય તો દેખીતુ છે ટીકા તો થવાની જ છે અમુક તો ફીક્સ ઠેકાણા જ હોય છે.

અને બધી જ વ્યવસ્થાઓ હોય છે અને બે પૈસા મળતા હોય તો ક્યારેક  ધંધો કરનાર કે ધંધો કરાવનાર કેટલી હદે જાય અને કેવા ઓઠા હેઠળ જુદા જુદા ધંધાની આડશમાં પણ  આવી પ્રવૃતિઓ ચાલતી હોય છે તે જગજાહેર છે અને આવુ જ્યા જ્યા પકડાય કે ખ્યાલ આવે  ત્યારે મજબુરી અને મોજશોખ બંને બાબતો સામે આવતા હોય છે પરંતુ ધાર્મિક સ્થાનોમા વધતા આવા દુષણથી ધાર્મિક લોકોની લાગણી દુભાય છે, સૌરાષ્ટ્ર ગુજરાતની હદના રાજ્યો વગેરે વિસ્તારોના ધર્મસ્થાનોમા ચોક્કસ રંગીન  લોકોના વારંવાર આટાફેરા વ્યસન અને કોઇ લત પુરી કરવા નહી હોય તે કેમ કહી શકાય?? તેવા પ્રશ્ર્નો અમુક જાણકારો ઉઠાવે છે.

-દ્વારકાધામમાં એક કહેવાતા જાગતાપ્રહરીને આવા મામલે મળી હતી બહોળી પ્રસિદ્ધી

થોડા સમય પૂર્વે દ્વારકાના એક નામીચા કહેવાતા જાગતા પ્રહરી પણ દ્વારકામાં જેમ અવારનવાર અનેક આવા રેશમી ખેલ પાડે છે, તેમજ એક "હબ" એક "વિસામાની સેજ" ચલાવે છે તે એક યુવતીને ઘરે પહોચ્યા હતા, અને બાદમાં તેની અભદ્ર અને અશ્લીલ અવસ્થાના ફોટો અને વિડીયો અમુક લોકોના હાથમાં આવી જતા આ જાગતા પ્રહરીને પરસેવા છૂટી ગયા હતા, અને મામલો રફેદફે કરવા યુવતીને સમજાવી હતી અને લાખોમાં સમાધાન થયું હતું અને એક કાનુની વ્યવસાયીએ અને એક બીજા આગેવાને તેમાં દરમિયાનગીરી  કરી સમગ્ર મામલો થાળે પડાવ્યો હતો.

તેની લેખિત બાહેંધરીઓ પણ અરસપરસ સમજુતીના ભાગરૂપે થઇ હતી આવા તો અનેક કળાઓના પ્રકરણો છે ત્યારે નાજુક ખુલ્લીપળોની  વિડીયોગ્રાફી કરનાર પણ કમાલ કહેવાયને?? જોકે ઘણા આવા કિસ્સા ધરબાયાની ચર્ચાઓ તીર્થધામને બદનામ કરે તેવા હોવાનો ગણગણાટ સાંભળવા મળે છે, જેમા સ્થાનિક બહારગામના વગેરેની "ડુબકી"ઓ પ્રચલીત છે, જે ધામને બદનામ કરે છે, જેમાં સારા-સારા અને મોટા નામ છે જે જાહેર કરવામા પણ ઔચિત્યભંગ થઇ શકે તેવી ભીતિ છે.