નહિ તો PGVCL તમારું વીજજોડાણ કટ કરી નાખશે

ઝુંબેશ કરવામાં આવી સખ્ત 

નહિ તો PGVCL તમારું વીજજોડાણ કટ કરી નાખશે
symbolic image

My samachar.in : જામનગર

પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના વીજ બીલની રકમ બાકી હોય તેવા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાંની વસુલાત કરવા માટે ખૂબ જ કડકાઈ થી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, જે અંગે વિજ જોડાણો કાપવા માટે મોટી સંખ્યામાં ટીમ બનાવી મીટર તથા સર્વિસ ઉતારી લેવા માટે બંને જીલ્લામાં ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે, માટે ડિસે.21 અંતિત પરિસ્થિતિ મુજબ કુલ 100966 ગ્રાહકોના રૂા. 41.48 કરોડ વિજબીલ પેટે ભરવાના બાકી હતા.

જે અંતર્ગત ચાલુ માસમાં તા.19/01/22 સુધીમાં કુલ બાકીદારો પૈકી 17129 ગ્રાહકો દ્વારા વિજ બીલના બાકી રૂ.5.30 કરોડ ભરપાઇ કરી આપેલ છે તેમજ ૨૫૫૫ જેટલા ગ્રાહકોના બાકી રૂ.3.45 કરોડ ભરપાઈ ન થતા તેમના વિજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે તેમજ હવે પછીના દિવસોમાં પણ બાકી રહેલ તમામ બાકીદારોના વિજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી ચાલુ રહેશે અને ચાલુ માસમાં રકમ ભરપાઈ ન કર્યે કંપનીના પ્રવર્તમાન નિયમોનુસાર વિજ જોડાણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી બાકી રહેતા વીજ બીલના નાણાં તાત્કાલીક સમયમર્યાદામાં ભરપાઈ કરવા PGVCL દ્વારા અપીલ કરવામાં આવી છે.