જામનગર, દ્વારકા સહીત રાજ્યભરની જીલ્લાપંચાયતોમાં આ સુવિધા ૧૫ દિવસમાં દુર કરવા આદેશ 

સંપૂર્ણ વિગત માટે ક્લિક કરો.

જામનગર, દ્વારકા સહીત રાજ્યભરની જીલ્લાપંચાયતોમાં આ સુવિધા ૧૫ દિવસમાં દુર કરવા આદેશ 

Mysamachar.in-ગાંધીનગર:

આમ તો સરકારી બાબુઓ પોતાની કામગીરી માટે જાણીતા હોય છે, કામ ઓછુ અને ભભકા ભારે હોય છે, હા અમુક અપવાદ પણ હોય છે, એવામાં જેને પોતાની ચેમ્બરો અને વાહનોમાં એસી રાખવાની નિયમોનુસાર મંજૂરી ના હોવા છતાં ઠાઠ મારતા આવા ક્લાસ વન-ટુ ના અધિકારીઓની આવી સુવિધાઓ પંદર દીવસની અંદર દુર કરાવવા રાજ્યના વિકાસ કમિશ્નરે તમામ જીલ્લા વિકાસ અધિકારીઓને પત્ર લખીને તાકીદ કરી છે,જે પત્ર પાઠવીને આદેશ આપવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ કરાયું છે કે સરકારી સિવાય સ્વખર્ચે પણ આવી સુવિધાઓનો લાભ જે અધિકારી એ લીધો હોય તેવા અધિકારીઓ પાસેથી વીજબિલ સહિતની વસુલાત કરવા અને આ મામલે શું કાર્યવાહી જે તે જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી તેની માહિતી પણ વિકાસ કમિશ્નરને મોકવાના આદેશ ગાંધીનગર થી છૂટ્યા છે.જે પત્ર દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે, તે પણ વ્યુઅર્સના વંચાણ માટે અત્રે મુકવામાં આવ્યો છે.