પત્નીને બર્થડે ગીફ્ટ આપવા મંગાવ્યો ઓનલાઈન મોબાઈલ પણ પાર્સલ ખોલ્યું તો નીકળ્યું....

વકીલે કંપનીને આપી નોટીસ

પત્નીને બર્થડે ગીફ્ટ આપવા મંગાવ્યો ઓનલાઈન મોબાઈલ પણ પાર્સલ ખોલ્યું તો નીકળ્યું....
symbolic image

Mysamachar.in-વડોદરા

ઓનલાઈન ખરીદીઓ કરતા કેટલાક લોકો કેટલીયવાર છેતરપીંડીનો ભોગ બનતા હોય છે, અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે, જો કે આવું દરેક કિસ્સાઓમાં નથી થતું, પરંતુ વડોદરામાં બનેલ એક ઘટનામાં આવું સામે આવ્યું છે, જેમાં વડોદરા શહેરની ખાનગી કંપનીમાં એડમીન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા વિરલ બ્રહ્મભટ્ટે પત્નીનો જન્મદિવસ હોવાથી તેણીને ગિફ્ટ આપવા માટે એમેઝોન કંપની પરથી ઓનલાઇન મોબાઈલ ફોન મંગાવ્યો હતો. દરમ્યાન 23મી તારીખે મોબાઈલ ફોનનું પાર્સલ આવતા વિરલભાઈએ વિડીઓ રેકોર્ડિંગ સાથે પાર્સલને ખોલ્યુ હતું. જેમાંથી બે કપડા ધોવાના સાબુ નીકળતા તેઓ ચોકી ઉઠ્યા હતા.

તેઓએ મેઈલ ચેક કરતા આ ડિલિવરી અમદાવાદની આશિયાના પ્રા. લી દ્વારા મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે વિરલ બ્રહ્મભટ્ટે એમેઝોન કંપની અને આશિયાના પ્રા. લી. દવારા છેતરપિંડી કરવામાં આવી હોવાની અરજી ગોત્રી પોલીસ મથકમાં આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવમાં એડવોકેટ દ્વારા એમેઝોન કંપની અને આશિયાના પ્રા. લી ને નોટિસ પાઠવી છે.