આદેશ: વનવિભાગ દ્વારા વન્યજીવો અને પક્ષીઓને લગત શિકાર, હેરાફેરી અને વેચાણના ગુન્હા નોંધવામાં આવે ત્યારે....

રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 8% થી વધુ વિસ્તારને વન્યજીવ રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ જાહેર કરવામાં આવેલ છે

આદેશ: વનવિભાગ દ્વારા વન્યજીવો અને પક્ષીઓને લગત શિકાર, હેરાફેરી અને વેચાણના ગુન્હા નોંધવામાં આવે ત્યારે....

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાત રાજ્ય વન્યજીવ વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. રાજ્યમાં એશિયાઇ સિંહ અને ઘુડખર સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં જ વસવાટ કરે છે. રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 8% થી વધુ વિસ્તારને વન્યજીવ રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ જાહેર કરવામાં આવેલ છે, સમગ્ર દેશમાં ઓરિસ્સા બાદ સૌથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતમાં આવે છે, સિંહ, ચિંકારા, કાળીયાર, મોર, પાટલા ધો, દિપડા, ધુડખર, મગર, પાણીના કાચબા, અજગર, ગીધ, ચમચા, સસલા, સાંઢા, વાંદરા, માંકડા, વિવિધ પ્રકારના સાપ, લોકડી, જળબિલાડી, નોળીયા, શિયાળ જેવા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 ની અનુસુચિ-1 અને અનુસુચિ-2 માં સમાવિષ્ટ વન્યજીવો અને પક્ષીખો રાજ્યમાં વન વન્યજીવ રક્ષિત વિસ્તાર બાર પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે, કેટલાક સમયમાં ઉપરોક્ત વન્યજીવો ઉપરીત સુરજ કાચબા, ઘુવડ, વિવિધ પ્રકારની બતકો, તેતર, પોપટ, બતાવડા, કુંજ જેવા વન્યજીવો અને પક્ષીઓને લગત ગેરકાયદે શિકાર, હેરાફેરી અને વેચાણના ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

રાજ્યમાં વન્યજીવોને લગત ગુનાઓની તપાસની કામગીરીમાં પરિણમલક્ષી સુધારણા અને પરિવર્તનની જૂરૂરિયાત છે. વન્યજીવ ગુનાની તપાસની પ્રક્રિયાના ભાગરૂપે સ્થળ પર તાત્કાલિક અને સરળતાથી હાજર મળી આવનાર નાગરિકોનો પંચ તરીકે સામાન્યતઃ ઉપયોગ કરવામાં આવે છે, કાયદાકીય અને કેસ ચાલવાની પ્રક્રિયા દરમિયાન આવા પંચ સ્થાનિક હોવાથી ઘણીવાર તેમની જુબાનીમાંથી ફરી જવાના કારણે આરૌપીઓ નિર્દોષ છુટી જાય છે. આમ થવાથી જાહેર જનતામાં વન્યપ્રાણી સંરક્ષણના હિતમાં સચોટ સંદેશ જતો નથી.

વન્યજીવ ગુનાકામને લગત કોર્ટકેસમાં ટ્રાયલ દરમિયાન પંચો ધ્વારા  સચોટ અને નિર્ભય જુબાની રજુ થાય તો ગુનામાં ખરેખર સંડોવાયેલ આરોપીઓને શિક્ષાના હુકમ મેળવવામાં રાજય સરકારને સફળતા મળે. જે ધ્યાને લઇ વન્યજીવ ગુનાકામની તપાસમાં પંચો તરીકે સરકારી કર્મચારીઓને રાખવા માટે પુખ્ય વિચારણાના અંતે રાજ્યના વન વિભાગ દ્વારા શોધી કાઢવામાં આવતા વન્યજીવ અંગેનો ગુનો નોંધવા અંતર્ગત પંચનામાની કાર્યવાહી દરમ્યાન શરતોને આધીન પંચ તરીકે સરકારી કર્મચારીઓએ કામગીરી કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

(1) વન્યજીવ અપરાધના કેસો માટે ગુજરાતના તમામ શહેર જિલ્લાઓની સરકારી કચેરીઓમાંથી (વન અને પોલીસ ખાતાની કચૈરીઓ સિવાય) તમામ કર્મચારીઓને પંચ તરીકે લઇ મકશે.

(2) આવા કેસોમાં જ્યારે સરકારી પંચ તરીકે કામગીરી કરે ત્યારે તે સમય પૂરતી તેને કામગીરીને ફરજ તરીકે ગણવી અને રજાનો અહેવાલ મુકવા ફરજ પાડવી નહી

(3) વન વિભાગ દ્વારા વન્યજીવ અપરાધના કેસો માટે જ્યારે પંચની મદદ માંગવામાં આવે ત્યારે સર્વે ખાતાના / કચેરીઓના વડાઓને તેમના તાબા હેઠળના કર્મચારીને પંચ તરીકે કામગીરી માટે અચૂક ફાળવી આપવા, આ અંગે વન વિભાગે સંબંધિત કચેરીના વડાને અગાઉથી જણ કરવાની રહેશે.

(4) પંચ તરીકે જેની પસંદગી કરવામાં આવે તેઓ તમામ સંજોગોમાં તટસ્થ હોવા જોઇએ. તેઓ કોઇની અસર હેઠળ હતા અથવા વન પોલીસ ખાતા વિભાગના દાબ હેઠળ હતા એવું ક્યારેય ન લાગવું જોઈએ.

(5) આવા કેસોમાં પંચ તરીકે ફક્ત વર્ગ-3ના નિયમિત કર્મચારીઓની પસંદગી કરવાની રહેશે.

(6) પંચની પસંદગી સમયે સરકારી કર્મચારી ખાસ કરીને સીનિયર ક્લાર્ક (વર્ગ-3), કે તેનાથી ઉપલા દરજ્જાના વર્ગ-3ના નિયમિત કર્મયારી હોય તેઓને જ પંચમાં લેવા કે જેથી આવા મહત્વના કેસમાં ન્યાયાધીશો ઉપર પણ તેમના કોર્ટ રૂમરૂના નિવેદનની સારી અને સચોટ અસર પડી શકે.

(7) સરકારી પંચોએ રેઇડ દરમ્યાન તેમજ સાધનિક કાગળો બને ત્યાં સુધી તથા નામદાર કોર્ટમાં સુનાવણી દરમ્યાન હાજર રહેવાનું રહેશે.

(8) તટસ્થ પંચો મળી રહે તે માટે ફક્ત જીલ્લાના મુખ્ય મથકમાંથી જ પસંદગી નહીં કરતા તાલુકાનું વડું મથક હોય અને અથવા 15 હજારથી વધુ વસ્તીવાળો ગ્રામ્ય – શહેરી વિસ્તાર હોય તેવા સ્થળેથી પંચના સાક્ષીઓ લેવા પણ તજવીજ કરવાની રહેશે.