જામનગર મનપાની સામાન્યસભામાં રખડતા ઢોર મુદ્દે વિપક્ષનો નવતર વિરોધ, તો શાશકપક્ષના સભ્ય અને ના.કમિશ્નર વચ્ચે થઇ તુ..તુ...મેં..મેં..

શું રહ્યા મહત્વના મુદ્દાઓ વાંચો 

જામનગર મનપાની સામાન્યસભામાં રખડતા ઢોર મુદ્દે વિપક્ષનો નવતર વિરોધ, તો શાશકપક્ષના સભ્ય અને ના.કમિશ્નર વચ્ચે થઇ તુ..તુ...મેં..મેં..

Mysamachar.in-જામનગર:

વિકાસની વાતો કરતા ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા અઢી દાયકાથી જામનગર મહાનગરપાલિકા પર શાશન છે, આ શાશનમાં દર બે માસે મળતી સામાન્યસભામા માત્ર એક જ એજન્ડા હતો, અન્ય શહેરના વિકાસલક્ષી કોઈ જ મુદ્દાઓનો સમાવેશ આજના એજન્ડામાં હતો નહી, વધુમાં શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અનહદ વધી રહ્યો છે ત્યારે આજે વિપક્ષ કોંગ્રેસના સભ્યો પશુઓના મુખોટા પહેરી અને સામાન્યસભા બહાર એકબીજાને ઢીંકે ચઢાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો, તો સભામાં પણ મુખોટા પહેરી અને વિપક્ષ સભ્યોએ રસ્તે રઝળતા પશુઓ મુદ્દે મનપાનું તંત્ર ઢોરથી પણ બદતર હોવાનો આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો.આજે સામાન્યસભામાં અન્ય કોઈ એજન્ડા ના હોય વિપક્ષ દ્વારા પ્રશ્નોતરી કાળમાં શાશકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પ્રશ્નોતરીમાં મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો....

-વિપક્ષ સભ્ય જેનબ ખફી
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાંથી જે પથારાઓ રેકડીઓ કે અન્ય કોઈ ચીજવસ્તુઓ ઉપાડીને લાવવામાં આવે છે એટલે કે જપ્ત કરવામાં આવે છે, તેનો કોઈ રેકોર્ડ જ ના હોવાનો ધડકો સામાન્યસભામાં કર્યો, તેવોએ વધુમાં કહ્યું કે આ અંગેનું રજીસ્ટર પણ મનપામાં નિભાવવામાં આવતું નથી, એથી પણ વધુ એ છે કે જપ્ત થયેલ ચીજવસ્તુઓ છોડાવવા માટે આવનાર વ્યક્તિ પાસેથી પણ કોઈ આધાર માગ્યા વિના ચીજવસ્તુઓ જે કબજે કરવામાં આવી હોય તે છોડી દેવામાં આવે છે.અને આ મોટું કૌભાંડ ચાલી રહયાનું તેમને કહ્યું હતું,

-વિપક્ષ સભ્ય:રચના નંદાણીયા
વિપક્ષ સભ્ય રચના નંદાણીયા સામાન્યસભામાં રીતસરના ગર્જયા કે કેટલાક મહિનાઓથી પૂર્વ ટેક્સ ઓફીસર નંદાણીયા સામે તપાસ ચાલી રહી છે તેવો જવાબ આપવામાં આવે છે, હાલના ઓ.એસ.નંદાણીયાને ડીસમીસ કરવાની કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે, ઉપરાંત હાલના મનપાના ઓ.એસ.નંદાણીયા અને ICDS વિભાગના ગોટાળાઓ સામે તાકીદે તપાસ કરી ઘટતા પગલાઓ લેવામાં આવે

-નિલેશ કગથરા:શાશક જૂથ સભ્ય 
વિપક્ષ તો વિપક્ષ શાશક પક્ષના સભ્ય નિલેશ કગથરાએ રસ્તે રઝળતા પશુઓને મામલે નાયબ કમિશ્નર સહીત મનપાની ઢીલી નીતિ અંગે પ્રશ્નો અને સૂચનો રજુ કર્યા હતા, જેના જવાબમાં નાયબ કમિશ્નર વસ્તાનીએ તેવો પોતાને કોઈ ભલામણને કારણે નિલેશભાઈ વ્યક્તિગત ટાર્ગેટ કરતા હોવાનો આક્ષેપ કર્યો આમ બન્ને વચ્ચે આ મામલે તુ...તુ...મે...મે.. થઇ અને કગથરાએ નાયબ કમિશ્નરને જાહેરમાં પડકાર ફેંકતા કહ્યું કે મેં કોઈ ભલામણ નથી કરી અને હું માત્ર મારા મતવિસ્તારના લોકોના કામો થાય તેના માટે જ ભલામણ કરું છું.બાકી જો નાયબ કમિશ્નર સાચા હોય તો તેવો સામાન્યસભામાં જ ચર્ચા કરે તેવી વાત કરી હતી જો કે મેયરે બોર્ડ આટોપી લેતા મુદ્દો પૂર્ણ થયો હતો, 

-અલ્તાફ ખફી:પૂર્વ વિપક્ષ નેતા
પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ શહેરમાં રસ્તે રઝળતા પશુઓને કારણે કા તો શહેરીજનો મોતને ભેટે છે કા તો ગંભીર ઈજાગ્રસ્ત બને છે, ત્યારે મનપા તંત્રએ આ દિશામાં નક્કર કામગીરી કરવાની જરૂર છે, ઉપરાંત જે લોકોને ઈજાઓ પહોચી છે કે મોતને ભેટ્યા છે તેવા પરિવારોની મુલાકાત પણ મનપાના પદાધિકારીઓએ લેવી જોઈએ.