લોકોના અભિપ્રાય...શહેર-જિલ્લામાં રેશનીંગ વોર્ડમાંથી ઓછો માલ મળવાની વ્યાપક ફરિયાદો

આટઆટલી ફરિયાદો છતા DSO અને તેની ટીમ નિંભર

લોકોના અભિપ્રાય...શહેર-જિલ્લામાં રેશનીંગ વોર્ડમાંથી ઓછો માલ મળવાની વ્યાપક ફરિયાદો
file image

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જિલ્લામા રેશનીંગ વોર્ડમાથી માલ પુરતો ન મળતો હોવાની અનેક ફરિયાદો mysamachar.in ની પ્રજાહિતની ઝુંબેશમા લોકોના પ્રતિભાવ રૂપે કન્ટીન્યુ મળી રહી છે, અને અમુક મુદા તો પુરવઠા તંત્રના અને વોર્ડના સાંઠગાંઠના પર્દાફાશ સમાન હોવા છતા DSO એટલે કે જિલ્લા પુરવઠા અધીકારી અને તેમના ઇન્સ્પેક્ટરોની નિંભરતા એવી છે કે તેના પેટનુ પાણી હલતુ નથી, એ દરમિયાન લોકોના અભિપ્રાયો અમને સતત પ્રાપ્ત થઇ રહ્યા છે.

જેમાંથી નજર કરવામાં આવે તો એક નાગરિકે કહ્યું કે વોર્ડ વારાની જોહુકમી લાલવાડી વિસ્તારમા અને તેની પાસે પણ એવી છે કે લોકોને ધક્કા ખવડાવે માલ પુરો ન આપે ગરીબોના અપમાન કરે દુકાન ખુલે તો ખુલે વગેરે... તો વળી અનેક જાગૃત રેશનકાર્ડ ધારકો જણાવે છે પ્રિન્ટર તો એકેય વોર્ડ વારા પાસે હોતું જ નથી લાલિયાવાડી ચાલે છે. આ છે ગંદો વિકાસ અને  લાચાર પ્રજા તેમ પણ લોકો ટીકા કરે છે,

-ગામડાઓમા ગરીબોને ફુડ સિક્યોરીટી હેઠળ અનાજ આપવાની સરકારની યોજના ફેલ-વોર્ડ બંધ જ કરી દો તેવો લોકોનો આક્રોશ સાથે અભિપ્રાય

જામનગર જિલ્લાના ગામડાઓમા તો શહેર કરતા વધુ કફોડી હાલત રેશન કાર્ડ ધારક ગરીબોની છે તેમ પ્રતિભાવો મળ્યા છે અમુક રેશનીંગ વોર્ડ દુકાન ધારકો જેણે તો વોર્ડ લેવા હોય ત્યારે ગામડાના આધાર પુરાવા દીધા હોય બાદમા જતા જ ન હોય તો ગામડાઓમા લોકોની હાલત શુ થાય? માટે સરકારની જે યોજના છે ફુડ સીક્યોરીટી એક્ટની તેના ધજાગરા જિલ્લા પુરવઠા કચેરીના તમામ સ્ટાફને કારણે એવા ઉડે છે કે યોજના ફેલ છે અને ગામડાના લોકો એટલા ત્રાસ્યા છે કે કહે છે કે રેશનીંગની સરકારી દુકાન બંધ કરો કેમકે ગામે ગામ વોર્ડ વારા કાર્ડ વાળા નાગરીકોને જવાબ ન દે હેરાન કરે માલ ન દે એવા જ છે, આ પ્રકારના લોકોના અભિપ્રાય મળી રહ્યા છે....!?